નડિયાદ રીંગ રોડ માટે કપાત, ટીપી-8 વિસ્તારમાં મકાન તોડતાં નિવાસીઓનો વિરોધ
નડિયાદ ઉત્તરસંડા રોડ થી પીપલગ હાઇવે રોડ સુધી બનનાર રીંગ રોડ પર શહેરની ટી પી નંબર આઠ પર સિવિલ રેલવે ફાટક પાસે સુંદરકુઈ વિસ્તાર માં રોડમાં કપાત થતા સાત જેટલા મકાનો પરિવારજનોના વિરોધ વંટોળ વચ્ચે મહાનગરપાલિકા તંત્ર એ તોડી પાડયા હતા
નડિયાદ શહેરના ફરતે ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે સરકાર દ્વારા રીંગરોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડભાણ ચોકડીથી કમળા ચોકડી બિલોદરા ગણપતિ ચોકડી એક્સપ્રેસ હાઈવે ચોકડી થી ઉત્તરસંડા રોડ સુધીનો રીંગરોડ ઘણા સમયથી બની ગયો છે અને આ સમગ્ર રીંગરોડ પર હાલ રોજ બરોજ મોટા પ્રમાણમાં વાહનોની અવર જવર પણ શરૃ થઈ ગઈ છે જોકે ઉત્તરસંડા રોડ થી પીપલગ હાઇવે રોડ સુધીનો રિંગ રોડ બનાવવાનો બાકી છે
નડિયાદ મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ બાકી રહેલ રીંગ રોડ બનાવવાની ગતિવિધિ હાથ ધરી છે જેના ભાગરૃપે નડિયાદ મહાનગરપાલિકા દ્વારા આ રીંગરોડ પર કપાતમાં જતી જમીનોના માલિકોને નોટિસ આપવાની શરૃઆત કરી છે જે મુજબ નડિયાદ મનપા તંત્ર દ્વારા રિંગરોડ પર શહેરની ટિ પી નંબર ૮ માં સિવિલ રેલવે ફાટક પાસે આવેલ સુંદરકુઈ વિસ્તારમાં રોડના કપાત માં જતા સાતેક મકાનોના માલિકને નોટિસ પાઠવી મકાન ખાલી કરવાનું જણાવ્યું હતું જેના અનુસંધાનમાં મકાન માલિકોએ રાજ્યના મુખ્યમંત્રી તેમ જ કલેકટર કક્ષાએ રજૂઆત કરી હતી અને તેઓએ મકાન ખાલી કર્યા ન હતા નડિયાદ મહાનગરપાલિકા તંત્ર દ્વારા આજે પોલીસ બંદોબસ્ત સાથે આ રીંગરોડ પર કપાતમાં જતા મકાનો દૂર કરવા માટે કવાયત હાથ ધરી હતી મનપાના ડેપ્યુટી કમિશનર રુદ્રેસ હુદળ ની આગેવાનીમાં આજે મનપાની દબાણ હટાવ ટીમ બે જેટલા જીસીબી મશીન તેમજ ટ્રેક્ટરનો લઈ સ્થળ પર પહોંચી હતી અને મકાનો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી તેને પગલે મકાનમાં રહેતા પરિવારના લોકો અને મનપા તંત્રના અધિકારીઓ વચ્ચે ચકમક ઝરી હતી આ વચ્ચે મનપા તંત્ર દ્વારા પરિવારોના વિરોધ વંટોળ વચ્ચે પણ કપાત જતા સાત જેટલા મકાનો તોડી પાડી જમીન ખુલ્લી કરી હતી મકાન વીહોણા બનેલ પરિવારજનો દ્વારા મનપા તંત્રએ આના સ્થાને જમીન ફાળવી હોવા નુ તો જણાવ્યું છે પણ જમીન કયા સ્થળે ફાળવી છે તેનો ફોડ પાડવા માં આવ્યા નથી તેમ આક્ષેપ સહ જણાવાયું છે