નડિયાદના નાયકા ગામમાં દુખદ દુર્ઘટના : સુતા બાળક પર ફરી વળ્યું JCBનું ટાયર, ઘટના સ્થળે મોત
નડિયાદ : ખેડા તાલુકાના નાયકા ગામની સીમમાં શ્રમજીવીના સુઈ રહેલા બાળક પર જેસીબીનું ટાયર ફરી વળતા ગંભીર ઇજાથી બાળાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ભૂમસ રોડ ઉપર ઈકો ગાડી અથડાતા એક્ટિવા ચાલકને ઈજા થઈ હતી. આ બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
દાહોદ તાલુકાના શાંતિભાઈ ભારતભાઈ વાદી, પત્ની અને બાળકો સાથે ખેડા તાલુકાના નાયકા સીમમાં રહી મજૂરી કામ કરે છે. ગઈકાલે બપોરે શાંતિભાઈ વાદી અને તેની પત્ની કડિયા કામની મજૂરી કરી રહ્યા હતા. દરમિયાન ખુલ્લી જગ્યામાં સુવડાવેલી રિયાંશી (ઉં.વ. ૧) ઉપર જેસીબી ચડાવી દેતા બાળકીનું ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે શાંતિભાઈ ભારતભાઈ વાદીની ફરિયાદના આધારે ખેડા ટાઉન પોલીસે જેસીબીના ચાલક વિજુભાઈ મંગળિયા માવી સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.