નડિયાદના સિવિલ વિસ્તારમાં રાત્રે વાછરડાની ચોરી: તસ્કરો કેમેરામાં કેદ
નડિયાદ : નડિયાદમાં પશુ તસ્કરી કરતી ગેંગ સક્રિય થઈ છે. શહેરના સિવિલ વિસ્તારમાં રાત્રિના સમયે ત્રણથી ચાર ઈસમો કાર લઈ આવીને તેમાં વાછરડાને ભરી દઈ ફરાર થઈ જતા સીસીટીવીમાં કેદ થયા છે.
શહેરના સિવિલ રોડ વિસ્તારમાં ચાર શખ્સો રાતે કાર લઈને આવી રોડની સાઈડમાં કાર ઉભી રાખી હતી. થોડા સમય બાદ ગાયોનું ટોળું આવતા કારમાં બે શખ્સો ઉતરીને ગાયોને કઈક ખવડાવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં વાછરડાને પકડીને દોડાવીને કાર તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે કારમાંથી બોનેટ ખોલવામાં આવ્યું હતું. દરમિયાન અન્ય એક શખ્સ કારમાંથી ઉતરીને ત્રણે શખ્સો વાછરડાને કારની ડેકીમાં અઢાવીને કાર હંકારી ફરાર થઈ ગયા હતા. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ત્યારે આ મામલે સ્થાનિક ગૌપાલકો સહિત નાગરિકોએ નડિયાદ ટાઉન અને જિલ્લા પોલીસ સમક્ષ સીસીટીવી ફૂટેજ સાથે રજૂઆત કરાઈ છે. ઘણા લાંબા સમયથી પશુ તસ્કરી શહેરમાં થઈ રહી હોવાથી કાયદેસરની કાર્યવાહી કરી તસ્કરોને પકડવા માંગણી કરાઈ છે.