ભાડા કરારના સ્ટેમ્પ પર વધારો: રાજ્ય સરકારનો નવો નિર્ણય”
રાજ્ય સરકાર દ્વારા હાલમાં ભાડા કરારમાં વપરાતાં સ્ટેમ્પના ભાવમાં 40 થી 50 ટકાનો વધારો કર્યો છે.જેથી હવે રેસીડીન્સયલ સ્ટેમ્પ અગાઉ 300 રૂપિયા મળતો હતો. તેના સીધા 500 કરવામાં આવ્યાં છે.જ્યારે કોમર્શીયલ માટે ભાડ કરાર સ્ટેમ્પનો ભાવ રૂ 300 હતો તે વધારીને રૂ 1000 કરવામાં આવ્યાં છે. જેને લઇને હવે ભાડે મિલકત રાખતાં લોકોના માથે વાર્ષિક બોજો વધશે. સરકાર દ્વારા ભાડા કરાર સ્ટેમ્પ વધારો કરતાં 5 વર્ષથી વધુ મુદત માટે ભાડે રાખેલી મિલકત ઓછામાં ઓછો 10 હજાર રૂપિયાનો સ્ટેમ્પ વાપરવાનો રહેશે.
અગાઉ રહેણાંક કે કોમર્શીયલ મિલકત ભાડે રાખવા માટે રૂ 300ના સ્ટેમ્પનો ઉપયોગ કરાતો હતો. પરંતુ રાજ્ય સરકાર દ્વારા ભાડા કરાર સ્ટેમ્પ અલગ અલગ ભાગ પાડી દીધા છે. હવે રહેણાંક અને કોમર્શીયલ મિલકત ભાડા કરાર માટે જે તે ભાડાની રકમના આધારે સ્ટેમ્પ ટયુટી ભરવાની રહેશે. જો તેમ એક વર્ષથી ઓછા સમય માટે ભાડે રહેમાંક મિલકત રાખતો રૂ 500 સ્ટેમ્પ અને કોમર્શીયલ હોય તો રૂ 1000નો સ્ટેમ્પ ડયુટી ભરવાની રહેશે. જ્યારે 1 વર્ષથી લઇને 5 વર્ષ સુધી રહેણાંક રૂ 1000 અને કોમર્શીયલમાં રૂ 5 હજાર તેમજ દર 100 રૂપિયા 1 રૂપિયો સ્ટેમ્પ ડયુટી કે અનામત રાખેલ ભાડાની રકમ પર ભરવાની રહેશે. તેવી રીતે 5 વર્ષથી વધુ હોય તો રૂ 10 હજાર ની સ્ટેમ્પ ડયુટી તેમજ દર 100 રૂપિયા 2 ની સ્ટેમ્પ ડયુટી ભરવાની રહેશે.આમ સરકારે રાતોરાત 200 અને 700નો વધારો કર્યો છે. તેમજ તેના ભાગ પાડીને જેટલા વર્ષ ભાડે મિલકત રાખો તેટલા વર્ષ ગણતરી પ્રમાણે હવે સ્ટેમ્પ ડયુટી ભરવાની રહેશે. જેના કારણે ભાડે મિલકત લઇને ધંધો કરતા કે ભાડે રહેવા માગતા લોકોના માથે બોજ વધશે.