વિદેશી દારૂ ભરેલી ટ્રક પકડાઈ: લોકલ ક્રાઇમ બ્રાંચ, આણંદ દ્વારા ₹3.30 કરોડનો મુદામાલ જપ્ત
આણંદ: લોકલ ક્રાઈમ બ્રાંચ, આણંદે અદભૂત કામગીરી કરીને બોઇસરા-મહારાષ્ટ્રથી નજદીકના કન્ટેનર ટાટા ટ્રકમાં વિદેશી દારૂની હેરાફેરી કરાતી ટ્રક પકડી પાડવામાં સફળતા મેળવી છે. ટ્રકમાંથી કુલ ₹3.30,09,530નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસ મહાનિરીક્ષક જી.એસ.મલિકના માર્ગદર્શન હેઠળ તથા એસ.પી. પ્રવીણકુમાર નાયક અને એલ.સી.બી. PI આર.પી.જાડેજાની સુપરવિઝનમાં સ્થાનિક ક્રાઈમ બ્રાંચે સૂચનાત્મક માહિતીના આધારે આ કાર્યવાહી અંજામ આપી હતી.
પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે એક ટ્રક મારફતે વિદેશી દારૂ ગુજરાત તરફ લાવવામાં આવી રહ્યો છે. એ મુજબની ટ્રકની તપાસ કરતા તેમાં વિદેશી દારૂની મોટા પાયે હેરાફેરી મળેલ. ટ્રકમાં કુલ બોટલ નં. 2195 તથા બોટલ નં. 228 મળી કુલ બોટલ નં. 2423 મળી આવી હતી. દારૂની અંદાજીત કિંમત ₹3,30,09,530 હોવાનું જણાયું છે.
