વહેરાખાડી ગામે મહી કેનાલના ગરનાળા પર પડેલ ગાબડાનું આખરે તંત્રએ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું
આણંદ તાલુકાના વહેરાખાડી પાસે પસાર થતી કેનાલના ગરનાળુ જોખમી હાલતમાં ફેરવાઇ ગયું હતું.ત્યારે માર્ગ પરથી મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહેતી હોવાથી એક માસ અગાઉ બનાવેલ ગરનાળામાં તિરાડો પડી જતાં તેમજ ભુવો પડી ગયો હોવાથી તુટી જવાનો ભય રહેતો હોવાથી ગ્રામજનોએ સિંચાઇ વિભાગ ફરિયાદ રોષ વ્યકત કર્યો હતો. આખરે તંત્રએ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર વહેરાખાડી ગામ નજીક પસાર થતી મહી કેનાલ પર ગરનાળુ અંદાજે રૂ 15 લાખના ખર્ચે 1 માસ અગાઉ બનાવીને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.પરંતુ ગરનાળાની કામગીરી હલકી ગુણવતા માલ વાપરીને ભ્રષ્ટ્રાચાર આદર્યો હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો હતો. એક માસ થયો નથી ત્યાં ગરનાળા પર નાના ભૂવો પડી ગયો છે. કેટલીક જગ્યા તતડી જતાં તીરાડો પડી ગઇ છે. જેને લઇને ગ્રામજનોએ સિંચાઇ વિભાગ સામે રોષ વ્યકત કર્ય હતો. કારણ કે ગ્રામજનો ખેતરો જવા માટે તેમજ પરા વિસ્તારના રહીશો અવરજવર માટે અહીંથી વાહનો લઇને પસાર થાય છે.
પરંતુ ગરનાળુ ગમે ત્યારે તુટી પડે તેમ હોવાથી ગ્રામજનોમાં રોષ જોવા મળી છે. જેને લઇને ગ્રામજનો દ્વારા આણંદ સિંચાઇ વિભાગમાં લેખિતમાં રજૂઆત કરી હતી. તેના ભાગરૂપે સિંચાઇ વિભાગ દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.