Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

આણંદ : સોલાર મીટર માટેનો કનેકટીવીટી ચાર્જ ૯ના સીધા ૧૯ હજાર કરાયા

આણંદ : સોલાર મીટર માટેનો કનેકટીવીટી ચાર્જ ૯ના સીધા ૧૯ હજાર કરાયા

ઉનાળામાં વીજ વપરાશ વધે તે સ્વાભાવિક છે. પરંતુ મોટાભાગના વીજ ગ્રાહકોને યુનિટ દીઠ ભાવમાં થયેલ હીડન વધારા અંગે જાણ હોતી નથી. પ્રતિ યુનિટના ભાવમાં ટેકસ સહિતના ઉમેરણ સાથે કુલ ટોટલ ઉંચુ બનતું હોય છે. જો કે ભાગ્યે જ વીજ ગ્રાહક પોતાને મળેલ વીજ બીલનો યુનિટની કિંમત મુજબ ટોટલ કરવા સહિતની માથાપચ્ચી કરતા હોય છે.

બીજી તરફ વીજ તંત્ર દ્વારા વીજ બીલમાં પ કે ૧૦ પૈસાનો જર્ક લગાવે તો તેની તિજોરીમાં લાખો રુપિયાનો પ્રવાહ એકાએક વધી જતો હોય છે. માસિક બીલમાં પથી રપ પૈસાના વધારા તરફે ગ્રાહકો પણ ભાગ્યે જ ધ્યાન આપતા હોય છે. આ બાબતથી વિપક્ષ પણ અજાણ હોવાનું નિ:સંદેહ જોવા મળે છે. માસિક ઘરખર્ચમાં અન્ય બાબતોની સાથે વીજ બીલ મુખ્ય હોય છે. વીજ બીલમાં બચત થાય તે માટે છેલ્લા કેટલાક સમયથી સોલાર પેનલનો ટ્રેન્ડ વધતો જાય છે. સરકાર દ્વારા પણ સોલાર પેનલને પ્રોત્સાહન આપવા માટે સબસીડી અપાતી હોવાથી છેલ્લા વર્ષમાં મોટી સંખ્યામાં સોલાર પેનલ લગાવવાની માંગ વધતી જાય છે. જેથી કુદરતી ઉર્જા એટલે કે સૂરજના તાપને ગ્રાહકો પોતાની સોલાર પેનલ વડે સંગ્રહિત કરીને વધારાની વીજળી જીઇબીને આપે છે. છતાંયે સોલાર પેનલમાં પણ કિલોવોટની આંકડાકીય આંટીઘૂંટી ઉભી કરીને વીજ કંપની દ્વારા ભાવ વધારો ઝીંકાયો છે.

કોઇપણ વીજ ગ્રાહકને પોતાના ઘરે સોલાર પેનલ લગાવવી હોય તો ઉદા. તરીકે બે લાખના સોલાર પેનલ એસ્ટીમેટ સામે ટ્રાન્સફોર્મરનો ખર્ચ ગ્રાહકોને કિલોવોટની માંગણી મુજબ ભરવો પડતો હતો. જેથી ઓછા વીજ વપરાશવાળા ગ્રાહકોને પણ સોલાર પેનલ લગાવવામાં મોટો ખર્ચ ચૂકવવો પડતો હોવાની ફરિયાદ થવા પામી હતી. જેને ધ્યાને લઇને સરકારે સોલાર પેનલમાં કનેકટીવીટી ચાર્જ નિયત કરીને કિલોવોટની માંગણી મુજબ ગ્રાહકોએ ચૂકવવાની રકમના સ્લેબ કર્યા. ગત સપ્ટે.ર૦ર૪માં આ અંગે રાજયસ્તરની બેઠક પણ યોજાઇ હતી. જેમાં વીજ તંત્રના તજજ્ઞો, વિભાગના પદાધિકારીઓ, સરકારના પ્રતિનિધિઓ વચ્ચે મસલત કરવામાં આવી હતી. જેમાં એક સોલાર ગ્રાહકને ભારણ ન આપવાનું ધ્યાને લઇને ટ્રાન્સફોર્મરમાં સોલાર વીજળી જમા લેવા સંગ્રહ ક્ષમતા વધારવા ગ્રાહક પાસેથી કિલોવોટની કેપેસીટીવાઇઝ માંગણી મુજબ ચાર્જ લેવાનું નકકી કરાયું છે. જેમાં ટ્રાન્સફોર્મર પર જોડાણ મેળવનાર ૦થી ૩ કિલોવોટ સુધી સબસીડી ઉપલબ્ધ કરવામાં આવી છે. જયારે ૩થી ૬ કિલોવોટ સુધી વીજ તંત્ર દ્વારા રૂ.ર૯પ૦ ફીકસ ચાર્જ છે. જયારે એજન્સી દ્વારા ઇન્સ્ટોલ મટીરીયલ મુજબ ચાર્જ વસૂલાય છે. જયારે ૬ કિલોથી વધુ કિલોવોટની માંગણી કરનાર ગ્રાહક પાસેથી ટ્રાન્સફોર્મરમાં સોલાર થકી આવતી વીજળીને સંગ્રહિત કરવાની ક્ષમતા વધારવા માટે ટ્રાન્સફોર્મર મોટું કરવા (સંગ્રહ જગ્યા વધારવા) કનેકટીવીટી ચાર્જ પેટેના રૂ. ૧૦ હજાર વધુ લેવાનું નકકી કરાયું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉથી સોલાર પેનલ ધરાવતા ગ્રાહક દ્વારા વધુ કિલો વોટની માંગણી કરવામાં આવે તો અગાઉના અને નવી માંગણી મુજબના કિલોવોટની ઓનલાઇન સંયુકત ગણતરી કરીને કુલ કિલોવોટ મુજબ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે. વીજ તંત્રના સૂત્રોનુસાર સોલાર પેનલ માટેની તમામ પ્રકિયા ઓનલાઇન થઇ રહી છે.

ટ્રાન્સફોર્મરની કિલોવોટ ક્ષમતા વધારવા સોલાર ગ્રાહકના સ્લેબ નકકી કરાયા : તંત્ર
વીજ વિભાગના અધિકારિક સૂત્રોનુસાર થોડા સમય અગાઉ યોજાયેલ બેઠકમાં સોલાર પેનલ કનેકટીવીટી ચાર્જ બાબતે વિચારણા કરવામાં આવી હતી. જેને હવે અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે ટ્રાન્સફોર્મર મોટું કરવા માટેની પ્રકિયા અંગે ચાર્જ વસૂલાતના તબકકા નિયત કરાયા છે. ગ્રાહકની માંગણી ભરવાની રકમ ૦થી ૬ કિલોવોટ રૂ. ર૯પ૦ ૬થી ૧ર કિલોવોટ રૂ.૧ર હજાર ૧રથી ર૦ કિલોવોટ રૂ. ર૧ હજાર ર૦થી વધુ કિલોવોટ રૂ. ર૧ હજાર + પ્રત્યેક કિલોવોટે રૂ.૧૧૦૦

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement