બોરીઆવી પાલિકા ચૂંટણીમાં ભાજપનો વિજય, વર્ષોથી અટકેલા વિકાસકામો માટે નવી આશા
આણંદના બોરીઆવી પાલિકામાં છેલ્લા 10 વર્ષથી અપક્ષનું શાસન હતું ત્યારે તાજેતરમાં ચૂંટણીમાં ભાજપ બહુમતી થી વિજેતા બની હતી. જેના ભાગરૂપે વર્ષોથી અટકી ગયેલા વિકાસના કામો શરૂ કરવાના ભાગરૂપે સામાન્ય સભામાં યોજાઇ હતી. સામાન્ય સભામાં ચાર જેટલા એજન્ડા રજૂ કરવામાં આવ્યાં હતા.
બોરીઆવી પાલિકોમાં કોંગ્રેસ ,એનસીપી અને અપક્ષનો શાસન દરમિયાન ખેંચાતણને પગલે વિકાસના ગામો અટકી ગયા હતા. જે તે વખતે ગ્રાન્ટ મળતી હતી. પણ આયોજનનો અભાવ હતો.જેના કારણે વિકાસના કામો અટકી ગયા હતા. ખાસ કરીને રોડ ,રસ્તા અને પાણીના પાઇપ લાઇન સહિત કામો અટવાઇ ગયા હતા. જેના કારણે ગ્રામજનો આર્થિક મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. જો કે હવે ભાજપનું શાસન આવ્યાં બાદ પ્રથમ વખત મળેલી સામાન્ય સભામાં એજન્ડામાં ચાર મુખ્ય કામો રોડ, પીવાના પાણી સહિત કામો મુકવામાં આવ્યાં છે.જેને મંજૂર કરવામાં આવ્યાં હતા.
આગામી સમયે ટેન્ડર પક્રિયા હાથ ધરીને વિકાસના કામો હાથ ધરવામાં આવશે. સામાન્ય સભામાં રજૂ કરવામાં આવેલ એજન્ડા મુજબ ગત સભામાં પ્રોસ્ડીંગ બહાલી આપવી , વિકાસના કામોનું આયોજન અને પ્રમુખ સ્થાને મુકવામાં આવેલા કામો મંજુર કરવામાં આવ્યાં હતા. જો કે સામાન્ય સભામાં પ્રમુખ રમીલાબેન ભોઇ અને ચીફ ઓફિસર નિલમબેન રોયની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.