આણંદ પોલીસની મોટી સફળતા: ગુમ થયેલા અને ચોરાયેલા મોબાઈલ્સ પરત આવ્યા
આણંદ જિલ્લા પોલીસે નાગરિકોના ગુમ થયેલા, ખોવાયેલા અને ચોરાયેલા મોબાઈલ ફોન શોધવામાં મોટી સફળતા મેળવી છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયના CEIR પોર્ટલ પર નોંધાયેલી ફરિયાદોના આધારે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી અને આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જી.જી. જસાણીના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ મથક આણંદે આ કામગીરી કરી હતી. છેલ્લા ત્રણ મહિનામાં કુલ 389 મોબાઈલ ફોન રિકવર કરવામાં આવ્યા છે. આ મોબાઈલની કુલ કિંમત 70,02, 000 રૂપિયા છે.
“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત આ તમામ મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે. અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરીના હસ્તે કેટલાક નાગરિકોને પ્રતીકરૂપે મોબાઈલ સોંપવામાં આવ્યા હતા. બાકીના તમામ મોબાઈલ પણ તેમના માલિકોને પરત કરી દેવામાં આવ્યા છે.