સોનાનો ભાવ બમણો અને ખરીદી શૂન્ય: અખાત્રીજ પર સોની બજાર ઉદાસ
સોનાના ૧૦ ગ્રામનો ભાવ રૃા. ૧લાખની નજીક પહોંચી જતા સોની બજારમાં મંદીનો માહોલ છવાયો છે. ખરીદી તો ઠીક પણ ઇન્કવાયરી પણ આવતી નહીં હોવાનું સોની બજારના સૂત્રો જણાવે છે. સોનાના ભાવમાં આવેલ ઉછાળાના કારણે લોકો સોનુ ખરીદવાના બદલે વેચવા માટે સોની બજારની મુલાકાત લઇ રહયાનું પણ જોવા મળી રહ્યું છે .
અખાત્રીજ અટલે શુભકાર્ય માટેનું વણજોયુ મુહૂર્ત. અખાત્રીજે લોકો મુહૂર્ત અને શુકન માટે પણ સોના ચાંદીની ખરીદી કરતા હોય છે. અખાત્રીજના શુભ મુહૂર્તમાં લેવાતા લગ્ન પ્રસંગો માં સોનાના દાગીના ની ખરીદી વર પક્ષ અને કન્યા પક્ષ તરફથી થતી હોય અખાત્રીજના એક માસ પૂર્વે સોની બજારમાં ચહલ પહલ જોવા મળે છે ગ્રાહકો સોના ચાંદીના પસંદગીના દાગીના બનાવવા માટે ઓર્ડર બુક કરાવતા હોય છે પરંતુ આ વર્ષે સોનાના ભાવમાં આવેલ ઉછાળા ના કારણે આ વખતે સોની બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે લોકો ખરીદી કરવા તો ઠીક પણ ઇન્કવાયરી કરવા પણ બજારમાં ડોકાતા નથી.
સોની બજારમાંથી મળતી માહિતી મુજબ સોનાના ૧૦ ગ્રામનો ભાવ ૧ લાખની નજીક પહોંચી જતાં અખાત્રીજની શુભખરીદી માટે બુકિંગ તો ઠીક પણ આ વખતે તો ઈન્કવાયરી પણ ઘણી ઓછી આવે છે.વેપારીઓને હવે અખાત્રીજના દિવસે કેવો ધંધો રહેશે તેની ચિંતા સતાવી રહી છે. ૪ વર્ષમાં સોનાના ભાવ લગભગ બમણાં થઈ જતાં સોનું ખરીદવાવાળા કરતાં વેચનારાની સંખ્યા વધી છે. સોનામાં અને ચાંદીમાં દિવસે ને દિવસે ભાવ ચડતા જોવા મળી રહ્યાં છે. દર વર્ષે અખાત્રીજના દસથી પંદર દિવસ પહેલાથી બુકિંગ શરૃ થઈ જતુ હોય છે. પણ ચાલુ વર્ષે હજુ કોઇ જ ઈન્કવાયરી શરૃ થઈ નથી. સોનાના ભાવ ઐતિહાસિક રૃ. એક લાખથી નજીક પહોંચી ગયા છે. જ્યારે ચાંદી પણ (ચોરસા)એક લાખ સુધી જઈને રૃ. ૯૮ હજારે સ્થિર થઈ છે. જેના કારણે આ વર્ષે અખાત્રીજની ખરીદી નહીંવત રહેવાનું અનુમાન છે. આ વર્ષે અખાત્રીજના એડવાન્સ બુકિંગ થયા નથી ઉલટાનું લોકો સોનું વેચવા આવી રહ્યાં છે. ખરીદી નહીંવત થઇ રહી છે.
સોનાના દાગીનાનું મહત્વ
સોનાના દાગીના ફક્ત શૃંગાર માટે નથી પણ દરેક તહેવાર લગ્ન અને વિશેષ પ્રસંગોમાં તેનો આગવો મહિમા છે તે એવી સંપત્તિ છે કે જે પેઢી દર પેઢી સુધી પા રપરિક રીતે સ્થાનાંતરિત થાય છે.
બચતનું શક્તિશાળી સાધન
સોનામાં રોકાણ કરવું એટલે ભાવિ માટે સાચવી રાખવું ,બજારમાં બદલાતી અવસ્થાઓ વચ્ચે પણ સોનાનું મૂલ્ય ટકી રહે છે લોકો આજે પણ શુભ પ્રસંગે સોના ચાંદીની ખરીદી કરીને બચત ની શરૃઆત કરે છે.
સોનુ ચાંદી સરળ રૂપાંતર ક્ષમતા ધરાવે છ
સોના ચાંદીની સોચી મોટી ખાસિયત એ છે કે તેને ઝડપથી રોકડમાં રૃપાંતરિત કરી શકાય છે આજે સોના ચાંદી પર સહેલાઈથી લોન મળે છે જેને કારણે મુશ્કેલી સમયે પણ લાભદાયક સાબિત થાય છે.