આતંકવાદી હુમલાની અસરથી યાત્રાળુઓમાં ભયનો માહોલ, ટ્રેન બુકિંગ રદ થવા લાગ્યા
બે માસ પહેલા એડવાન્સ જમ્મુ કાશ્મીર જવા માટે મોટી સંખ્યામાં બુકીંગ મુસાફરોએ કરાવ્યાં હતા. ત્યારે આતંકવાદી હુમલાને પગલે જમ્મુ તાવી કટરા અને વૈષ્ણવ દેવી કટરા ટ્રેનનું 5 હજારથી વધુ મુસાફરોએ બુકીંગ રદ કરાવતાં રેલવે વિભાગને ચિંતાનો વિષય બની ગયો છે. કારણ કે ફકત આણંદ સ્ટેશન પર જ બે દિવસમાં 1.25 લાખ રિફંડ મુસાફરોને પરત ચુકવવાની ફરજ પડી હતી. જો કે કેટલાંક મુસાફરો દિલ્હી અને હરિદ્વાર જવાનું પસંદ કરી રહ્યાં હોવાનું રેલવે સૂત્રોએ જણાવ્યું હતું.
ઉનાળુ વેકેશનમાં બે વર્ષથી જમ્મુ કાશ્મીર ફરવા જવાનો ક્રેઝ વધી ગયો હતો. ત્યારે બે માસ પહેલા અમદાવાદ,વડોદરા, આણંદ, નડિયાદ સહિત અન્ય જગ્યાએથી 7 હજારથી વધુ મુસાફરો જમ્મુ તાવી કટરા અને વૈષ્ણવદૈવી કટરા ટ્રેનમાં જમ્મુ કાશ્મીર ફરવા માટે એડવાન્સમાં બુકીંગ કરાવ્યું હતું. આ અંગે આણંદ રેલવે વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, પહલ ગામ આંતકવાદી હુમલાની દુ:ખદ ઘટના બની હોવાથી લોકોમાં જમ્મુ કાશ્મીર ફરવા જવાનો ભય સતાવી રહ્યો છે. જેના પગલે બે દિવસમાં 5 હજાર બુકીંગ રદ થયા છે.
હવે ફરવા જવા દિલ્હી, હરિદ્વારની પસંદગી વધી કેટલાંક મુસાફરોએ દિલ્હી , હરિદ્વાર સહિત અન્ય જગ્યાએ ફરવા જવાનો વિકલ્પ શોધી કાઢયો છે.વહેલી સવારથી તત્કાલ બુકીંગ બારી પર મોટી સંખ્યામાં ફોર્મ એકત્રિત થઇ જતાં હોય છે. ટીકીટ બારી ખુલતાની સાથે જ રીફન્ડ મેળવવા માટે પડાપડી થતી હોવાથી બે દિવસમાં જમ્મુ તાવી કટરા અને વૈષ્ણવદૈની કટરા ટ્રેનનું 1.25 લાખ રિફંડ મુસાફરો ચુકવી દેવામાં આવ્યું છે. પરંતુ બે દિવસમાં એક પણ જમ્મુ કાશ્મીર જવા માટે ઇન્કવાયરી આવી નથી. મુસાફરોને રિફંડ ચુકવાઈ રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.