બોલેરો અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, 3 લોકોના કમકમાટીભર્યા મોત
વડોદરાના ડભોઈના ગોપાલપુરા ગામ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે.. આ અકસ્માત બોલેરો કાર અને બાઇક વચ્ચે સર્જાયો હતો.જેમાં એક પોલીસ કર્મી સહિત 3 લોકોના મોત થયા. બે વ્યક્તિઓ ઘટનાસ્થળેજ મોતને ભેટ્યા હતા તો એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત થયું. અકસ્માત બાદ બોલેરો ચાલક ફરાર થઇ ગયો હતો