સમા તળાવ ચાર રસ્તા પર હરણી ટાંકીની પાણીની લાઇન અને મહીથી આવતી લાઈનના જોડાણની કામગીરીને પગલે દુમાડ અને અમિતનગરથી સમા જંક્શન સુધીનો રોડ 2 દિવસ બંધ કરાયો હતો. જેને પગલે શુક્રવારે પિક અવર્સમાં ટ્રાફિક જામ થયો હતો. ખાસ કરીને દુમાડ ચોકડી તરફથી આવતાં વાહનોની કતારો લાગતાં લોકો પરેશાન થયા હતા.