ટી-20 માટેની બરોડાની ટીમમાં હાર્દિકને સમાવવા એક નામ ઓછું જાહેર કર્યું હતું
ઇન્દોરમાં 23 નવેમ્બરે શરૂ થનારી સૈયદ મુશ્તાક અલી ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં વડોદરાની ટીમ સાથે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ જોડાશે. હાર્દિક મોટા ભાઈ કૃણાલ પંડ્યાના નેતૃત્વમાં બરોડા માટે ટ્રોફીમાં ભાગ લેશે. 6 વર્ષ બાદ હાર્દિક વડોદરા ટીમ વતી રમશે.ગત સિઝનમાં બરોડાની ટીમ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રનર્સ-અપ રહી હતી.
ડોમેસ્ટિક T20 ટુર્નામેન્ટ 23મીથી શરૂ થશે, જ્યારે સેમિ ફાઇનલ અને ફાઇનલ અનુક્રમે 13 અને 15 ડિસેમ્બરે રમાશે. બીસીએના સેક્રેટરી અજિત લેલેએ કહ્યું કે, હાર્દિકે દક્ષિણ આફ્રિકામાં રમતો હતો ત્યારે મુશ્તાક અલી ટ્રોફીમાં રમવાની તૈયારી બતાવી હતી. જેથી ટીમમાં 18ને બદલે 17 નામો જાહેર કર્યાં હતાં. ગુરુવારે તે ઇન્દોર પહોંચી ગયો હતો અને શુક્રવારે નેટ પ્રેક્ટિસ પણ કરી હતી.
વિવિધ કેટેગરીમાં બરોડા વતી રમેલી મેચ
હાર્દિક પંડ્યા 14-12-18ના રોજ મુંબઇ વાનખેડે સ્ટેડિયમમાં રણજી રમ્યો હતો
ત્રિપુરામાં લિસ્ટ એની 50 ઓવરની મેચ 17-12-15ના રોજ માટે રમ્યો હતો
મુશ્તાક અલી ટી-20 સ્પર્ધામાં 20-1-16ના રોજ ઉત્તરપ્રદેશ સામે રમ્યો હતો.
આજે વડોદરા અને ગુજરાત ટકરાશે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 23મીએ વડોદરાની ટીમ ગુજરાત સામે પ્રથમ મેચ રમશે. 25મીએ ઉત્તરાખંડ,27મીએ તામિલનાડુ, 29મીએ ત્રિપુરા, 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર, 3 ડિસેમ્બરે કર્ણાટક અને 5 ડિસેમ્બરે સિક્કીમ સામે રમશે. ગત વર્ષે મુશ્તાક અલી ટ્રોફીમાં પંજાબ સામે અને અગાઉ તામિલનાડુ સામે ફાઈનલમાં વડોદરા હાર્યું હતું.