રાજ્યભરમાં નવરાત્રિ પર્વના પહેલા દિવસે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા, ત્યારે રાજ્યના સૌથી જાણીતા અને મોટા ગણાતા વડોદરા શહેરના યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબામાં પહેલા નોરતે 34 હજાર જેટલા ખેલૈયાઓ એકસાથે ગરબે ઘૂમ્યા હતા.
જો કે, આ વર્ષે વડોદરામાં વરસેલા ભારે વરસાદના કારણે યુનાઇટેડ વેના ગરબાના ગ્રાઉન્ડમાં ખૂબ જ કાદવ અને કિચડ થઈ ગયો હતો. જેને કારણે ખેલૈયાઓને ખૂબ જ મુશ્કેલી પડી હતી. ખેલૈયાઓના મોંઘાદાટ પોશાક કાદવમાં ખરાબ થઈ ગયા હતા. જો કે, ના છૂટકે ખેલૈયાઓ કાદવ કિચડ વચ્ચે રમતા જોવા મળ્યા હતા અને સાથે સાથે ખેલૈયાઓએ પોતાનો આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો