આણંદ જિલ્લા ભાજપ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ ઉજવાઈ
આણંદ જિલ્લા ભાજપ સંગઠને આજે સંવિધાનના શિલ્પી અને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતીની ઉજવણી કરી. આ પ્રસંગે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત નેતાઓએ ડૉ. આંબેડકરના જીવન અને કાર્યોને યાદ કર્યા હતા. તેમના સામાજિક ન્યાય અને સમાનતાના સિદ્ધાંતોને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઇ પટેલ અને આણંદ લોકસભાના સાંસદ મિતેષભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા મહામંત્રી જગતભાઇ પટેલ, સુનિલભાઇ શાહ અને રણજીતસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા. જિલ્લા મંત્રી સ્વેતલભાઇ પટેલ, શહેર પ્રમુખ હરેકૃષ્ણભાઇ પટેલ, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મહેશભાઇ સોલંકી, મહામંત્રી ભૂપેન્દ્રભાઇ સોલંકી અને જયંતીભાઇ મકવાણા સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકરો કાર્યક્રમમાં જોડાયા હતા.