ડાકોર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર સાથે મારામારી: ૧૫ સામે ગુનો
ડાકોર ખાતે આવેલ સબ ડિસ્ટ્રક્ટિ હોસ્પટલમાં અકસ્માતના દદીઓનો લઈને આવેલા ૧૫ જેટલા લોકોએ મહિલા મેડિકલ ઓફિસરને તમે રાત્રિમાં મેડિકલ ઓફિસર કેમ રાખતા નથી કહીે ઝઘડો કરીને ભારે હોબાળો મચાવી મેડિકલ ઓફિસર સાથે ગાળાગાળી-ઝપાઝપી કરીને લાતોથી માર માર્યો હતા. આ અંગે મેડિકલ ઓફિસરે ૮ ઈસમો સામે નામજોગ અને અન્ય મળી ૧૫ સામે ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી અનુસાર ડાકોર સબ ડિસ્ટ્રક્ટિ હોસ્પટલમાં ઓફિસર તરીકે ભાવેશકુમાર કનૈયાલાલ જનસારી ફરજ બજાવે છે. તેઓનો ઈન્ચાર્જ અધિકારી તરીકે પણ હોદ્દો છે. ગતરોજ રાત્રે ભાવેશભાઈ હોસ્પિટલમાં પોતાની ફરજ પર હાજર હતા તે વખતે અકસ્માતના કેસના બે મહિલા દર્દીઓ આવ્યા હતા.જેથી ભાવેશભાઈએ આ બંને દર્દીઓની પ્રાથમિક સારવાર કરી વાધુ સારવાર અર્થ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યા હતા.જેની ટેલિફોન વર્ધી ડાકોર પોલીસ સ્ટેશનમાં લખાવી હતી. જો કે આ બંને દર્દીઓ સાથે આવેલા માણસોએ હોસ્પિટલમાં મહિલા ડોક્ટર કેમ નથી તમે કેમ સારવાર કરો છો ? તેમ કહી તે બાબતે તકરાર કરી હતી.
જો કે ભાવેશભાઈએ સમજાવ્યું કે હાલમાં મારે નાઈટમાં નોકરી છે. મારી સાથે મહિલા નર્સિંગ સ્ટાફ છે તેમ કહેતાં આ દર્દીઓ સાથે આવેલા ૧૫ જેટલા માણસોએ મેડિકલ ઓફિસર ભાવેશભાઈ ફરજ ઉપર અડચણ ઉભી કરી હતી અને આ ટોળાઓએ મેડિકલ ઓફિસરની સાથે ઝપાઝપી કરી અને લાતોથી માર માર્યા હતા. જો કે હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ અને પટાવાળા તેમજ સિક્યુરીટીવાળા આવી જતાં ભાવેશભાઈને બચાવવામાં આવ્યા હતા અને પછી મહિલા ડોક્ટર નહીં રાખો તો તમને જીવતા રહેવા દઈશું નહીં તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ભાવેશભાઈએ હોસ્પિટલ સારવાર અર્થ આવેલા દર્દીને આ તમામ લોકોના નામ પૂછતાં રાજ વિનોદચંદ્ર રાણા (રહે. ડાકોર), સતપાલસિંહ મનુભાઈ ચૌહાણ (રહે.વણોતી), ભરત લ-મણસિંહ ચૌહાણ (રહે. ડાકોર), આકાશ, સુમિત્રાબેન ચૌહાણ, ગીતાબેન ચૌહાણ (બંને રહે. ડાકોર), મોહનદાર મહંત, ભાવુભાઈ સહિત બીજા અન્ય હોવાનું જણાવ્યું હતું. આથી બનાવ મામલે ભાવેશભાઈ જનસારીએ આ ૮ ઈસમો સામે નામજોગ અને અન્ય મળી કુલ ૧૫ સામે ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.