આણંદમાં પવનનો પલ્ટો: પવન ફુંકાતા ગરમીમાં રાહત થઈ
આણંદ શહેરમા દિવસ દરમ્યાન વાતાવરણમા એકાએક પલ્ટો આવી ગયો હતો. સવારથી પવનોનું જોર રહેતા ગરમીનો પારો 42 ડિગ્રીથી ગગડીને 40 ડિગ્રી થઇ ગયો હતો. ત્યારે 14 કલાકની ઝડપે પવન ફુંકાતા ગરમીમાં રાહત થઈ હતી.
પ઼ાપ્ત વિગત મુજબ આણંદમા ઉનાળાની કાળઝાળ ગરમીની વચ્ચે ગુરૂવારે મહત્તમ તાપમાન 43.0 ડિગ્રીએ અને મહત્તમ તાપમાન 21.5 ડિગ્રીએ નોંધાયું હતું.પરંતું સુસવાટાભેર પવન ફુંકાતા વાતાવરણમા એકાએક પ્લટો આવી ગયો હતો. શુક્રવારે મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી અને મહત્તમ તાપમાન 21.4 ડિગ્રીએ નોંધાયો હોવાનું કૃષિ હવામાન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.