ખેડા જિલ્લામાં આવાસ યોજનાનો દુરુપયોગ: વંચિતોને બદલે અન્યોએ પામ્યો લાભ
ઘરવિહોણા પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે સરકારે આવાસ યોજના અમલી બનાવી છે . આ આવાસ યોજના ઘરવિહોણા પરિવારો માટે આશીર્વાદરૃપ બની છે પરંતુ ભષ્ટ તંત્રના વાંકે આવાસ યોજનાનો લાભ જરૃરિયાત વાળા લોકોને ઓછો અને જરૃર વગરના લોકોને વધારે લાભ મળ્યો હોય અનેક સ્થળોએ આવાસ વણ વપરાયેલા બંધ હાલતમાં પડી રહ્યા છે તો કેટલાક આવાસોને ભાડે આપી દેવાયા હોવાનું કહેવાઇ રહ્યુ છે રહેવા લાયક મકાન હોવા છતાં સરકારી આવાસ યોજનાનો ખોટો લાભ મેળવનાર પરિવારો આવા આવાસોને ભાડે આપી દઈને વધારાની આવક મેળવતા પણ થયા છે. ત્યારે આવાસ યોજના નો લાભ આપતા પૂર્વે તંત્ર દ્વારા અરજદાર લાભાર્થી ને રહેવા લાયક ઘર છે કે નહીં તેની તપાસ કરી ને લાભ આપવામાં આવે તો સાચા લાભાર્થીઓ ને લાભ મળી રહે અને આવાસ બનાવ્યા પછી આવાસ બંધ હાલતમાં પડી ન રહે કે ન તો આવાસને ભાડે આપે. આણંદ જિલ્લામાં અનેક સ્થળોએ આવાસ બંધ હાલમાં પડી રહ્યા છે અને કેટલાક આવાસોને મૂળ મલિકે ભાડુઆતને ભાડે આપીને વધારાની આવક મેળવી રહ્યા છે.
સરકાર દ્વારા ગરીબ લાભાર્થીઆને રહેવા માટે આવાસ યોજના હેઠળ અનેક લોકોને હજારો આવાસ આણંદ જિલ્લામાં આપવા માં આવ્યાં છે.જેમાં વ્હાલા દવલા ની નીતિ અપનાવી ને આવાસ ફાળવવા માં આવતા બિન જરૃરી લોકોને મળેલા આવાસ આવક નો સ્રોત બન્યાં છે જીલ્લા માં ઘણી જગ્યા એ આવાસો ભાડે કે વેચાણ આપવા માં આવી રહ્યાં છે. સરકાર તરફ થી મળેલા આવાસ નિયમ મુજબ વેચાણ કે ભાડે આપી શકતા નથી તેમ છતાં જિલ્લા માં આવી ગેર રીતિ ચાલી રહી છે જે અંગે સંબંધિત વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો અનેક ગેર રીતિ બહાર આવવાની સંભાવના રહેલી છે.
આ કોઇ એક ગામ કે વ્યક્તિ વિશેષ માટે નથી પરંતુ આવાસ યોજનાનો લાભ આપતી વખતે અજરદાર પાસે રહેવા લાયક મકાન છે કે નહિ તેની પૂરેપૂરી તપાસ કરીને આવાસનો લાભ આપવામાં આવે તો આવાસ યોજનામાં થતી ગેરરીતિ બંધ થાય અને આવાસ બની ગયા પછી વણ વપરાયેલ ન પડી રહે અને ભાડે પણ આપવાની ફરજ ન પડે.