Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

આણંદ જિલ્લો : ધો.૧૦નું ૮૦.૧૭ ટકા પરિણામ, ગત વર્ષ કરતાં પ.૫૪ ટકાનો વધારો

આણંદ જિલ્લો : ધો.૧૦નું ૮૦.૧૭ ટકા પરિણામ, ગત વર્ષ કરતાં પ.૫૪ ટકાનો વધારો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુ.-માર્ચ ર૦રપમાં લેવાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા (ધો.૧૦)નું આજે પરિણામ જાહેર કરાયું હતું. સવારથી જ વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં પરિણામ જાણવા માટે ઉત્સુકતા જોવા મળી હતી. ગત વર્ષના પરિણામમાં પ.પ૪ ટકાના વધારા સાથે આ વર્ષ ધો.૧૦નું ૮૦.૧૭ ટકા પરિણામ જાહેર થયું છે. પરીક્ષા સમયે બેઝિક ગણિત અને વિજ્ઞાનનું પેપર થોડું અઘરું લાગ્યું હોવાથી ધાર્યા મુજબના ગુણ ન આવ્યાની કેફિયત પણ વિદ્યાર્થીઓએ વ્યકત કરી હતી. છતાંયે એકંદરે સારું પરિણામ હોવાની વિદ્યાર્થી-વાલીઓએ આનંદ વ્યકત કર્યો હતો.

આણંદ જિલ્લામાં ધો.૧૦માં કુલ ૨૭૩૨૨ વિદ્યાર્થીઓ પૈકી ૨૬૮૬૦એ પરીક્ષા આપી હતી. જેમાં એ-૧ ગ્રેડમાં પ૯પ, એ-રમાં ર૧૯૪,બી-૧ ૩૮૩૩, બી-રમાં પ૩૯૩, સી-૧ પ૪૮૭,સી-ર ૩પ૮૩, ડી ૪૪૯, ઇ-૧માં ૩ર૩૮, ઇ-ર ગ્રેડ ર૦૮૮ વિદ્યાર્થીઓએ મેળવ્યો છે.

ઉલ્લેખનીય છેકે આજે જાહેર થયેલ પરિણામમાં છ વિષયોની પરીક્ષા સંબંધે એક કે તેથી વધારે વિષયમાં પોતાને મળેલ ગુણ બાબતે વિદ્યાર્થીને શંકા હોય તો તેની ચકાસણી કરાવવી. આમાં શાળા દ્વારા લેવાયેલ વિષયોની પરીક્ષાનો કે નામ અને જન્મ તારીખ સુધારાનો સમાવશે થતો નથી. અરજીકરવા માટે બોર્ડની અધિકૃત વેબસાઇટ પર ગુણચકાસણી લખેલ બટન કલીક કરીને રજીસ્ટ્રેશન કરી શકાય છે. પ્રત્યેક વિષયની ગુણ ચકાસણી ફી રૂ.૧૦૦ છે. જેની ફી ઓનલાઇન ચૂકવવા સહિતની સૂચના વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ઉપરાંત સુધારણાને અવકાશ (નીડસ ઇમ્પ્રુવમેન્ટ) તથા ફેબ્રુ.-માર્ચ ર૦રપમાં ત્રણ વિષયમાં અનુત્તીર્ણ ઉમેદવારો માટે પૂરક પરીક્ષાની જોગવાઇ છે. જેથી આવા પરીક્ષાર્થીઓ હતાશ કે નિરાશ થયા વિના આગામી પૂરક પરીક્ષા મહેનત-લગનથી આપીને યોગ્યતા પ્રાપ્ત કરી શકે છે.

Advertisement

આણંદ જિલ્લામાં ૩ વર્ષની સરખામણીએ ઊચું પરિણામ
વર્ષ -કુલ ટકાવારી, ૨૦૨૫- ૮૦.૧૭, ર૦ર૪- ૭૪.૬૩, ર૦ર૩-૫૭.૬૩, ર૦રર -૬૦.૬૨

ગત બે વર્ષની સરખામણીએ A૧થી D ગ્રેડમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો
વર્ષ- નોંધાયેલ પરીક્ષામાં અ૧ અ૨ ઇ૧ ઇ૨ ઈ૧ ઈ૨ ં ઉ૧ ઉ૨ ઉઢઈ વિદ્યાર્થી હાજર ૨૦૨૩ ૨૫૫૩૬ ૨૫૩૮૭ ૧૩૩ ૧૦૦૩ ૨૨૦૫ ૩૭૬૦ ૪૬૩૭ ૨૬૭૯ ૧૫૬ ૬૫૦૯ ૪૨૦૫ ૧૪૫૭૩ ૨૦૨૪ ૨૪૬૮૦ ૨૪૪૧૨ ૫૪૭ ૧૮૪૫ ૩૧૦૪ ૪૫૦૩ ૪૯૦૨ ૩૦૨૦ ૨૯૮ ૩૮૯૬ ૨૨૯૭ ૧૮૨૧૯ ૨૦૨૫ ૨૭૩૨૨ ૨૬૮૬૦ ૫૯૫ ૨૧૯૪ ૩૮૩૩ ૫૩૯૩ ૫૪૮૭ ૩૫૮૩ ૪૪૯ ૩૨૩૮ ૨૦૮૮ ૨૧૫૩૪

૭૧થી ૧૦૦ ટકા પરિણામ મેળવનાર શાળાઓની સંખ્યા વધી
ટકા ૦થી ૧૦ ૧૧થી ર૦ ર૧થી ૩૦ ૩૧થી ૪૦ ૪૧થી પ૦ પ૧થી ૬૦ ૬૧થી ૭૦ ૭૧થી૮૦ ૮૧થી ૯૦ ૯૧થી૯૯ ૧૦૦ ર૦ર૪ ૨ ૪ ૯ ૫ ૨૪ ૨૫ ૪૭ ૫૩ ૬૩ ૫૨ ૨૬ ર૦રપ ૦ ૪ ૫ ૫ ૧૧ ૨૩ ૩૦ ૫૫ ૮૩ ૬૭ ૨૯

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement