સમગ્ર ગુજરાત સહિત ચરોતરમાં ઉનાળાની ઋતુ ચરમશીમાએ : ગરમીમાં શરીરને ઠંડક આપતા ફળો ની માંગમાં પણ વધારો
સમગ્ર ગુજરાત સહિત ચરોતરમાં ઉનાળાની ઋતુ ચરમશીમાએ પહોંચી છે તાપમાનનો પારો ૪૨ ડિગ્રી સેલ્સિયસ પાર કરી ગયો છે બપોરના સુમારે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. લોકો કામ વગર સવારના ૧૧ થી સાંજના પાંચ વાગ્યા સુધી ઘરની બહાર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. પંખા કુલર અને એસી નો વપરાશ વધ્યો છે. કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા લોકો માટે ટોપી અને મોહે રૃમાલ બાંધી બહાર નીકળવાનું યોગ્ય માની રહ્યા છે. વૃદ્ધો, મહિલાઓ છત્રી લઈને બહાર નીકળતી જોવા મળે છે ત્યારે ગરમીમાં શરીરને ઠંડક આપતા ફળો ની માંગમાં પણ વધારો થયેલો જોવા મળે છે. જાહેર રસ્તા ઉપર શેરડી પીલવાના સંચા ઠેર ઠેર મંડાઈ ગયા છે. ચરોતરમાં તાપમાનનો પારો ૪૨ સેલ્સિયસ ડિગ્રી પાર કરી ગયો છે.બપોરના સુમારે ઘર ની બહાર નીકળવું મુશ્કેલ બન્યુ છે.ત્યારે ગરમી સામે રાહત આપતા ફળોની માંગમાં પણ વધારો થવા પામ્યો છે. માર્કેટમાં તરબુચ, શક્કરટેટી, ચીકુ, કેરી, જેવા ઉનાળુ ફળોનુ આગમન થયુ છે. ઉનાળુ ઋતુમાં શરીરમા પાણીની અનિવાર્યતાને ધ્યાને લેતા શરીરને હાઇડ્રેડ રાખતા અને પ્રચુર જળતત્વ ધરાવતા તરબુચ,શક્કરટેટી, કાકડી, શેરડી જેવા ફળોનુ માર્કેટ જામ્યુ છે. જેમા વાત્રક, સાબરમતીના ભાઠા-પટ્ટમા ઉત્પાદિત થતા તરબુચ, શક્કરટેટીની ભારે માંગ વર્તાઈ રહેતી હોઈ ખેડા-નડિયાદ માર્ગ, ઉત્તરસંડા-ભુમેલ મર્ગ, બોરિયાવી હાઈવે માર્ગ તેમજ શહેરી વિસ્તારોના ફળબજારોમાં નદી પટ મા ઉત્પાદિત થતી શક્કરટેટી-તરબુચનુ આગમન થયુ છે. જેમાં તરબુચ ૨૦ થી૨૫ રૃપિયે પ્રતિકિલો તેમજ જથ્થાબંધ ભાવે ૧૦૦ રૃપિયામા પાંચ કિલો, શક્કરટેટી ૪૦ રૃપિયે કિલો, જથ્થાબંધ કિમતે ૧૦૦ રૃપિયામા ૩ કિલો, ચીકુ ૫૦ થી ૬૯ રૃપિયે પ્રતિ કિલો, જથ્થાબંધ માર્કેટમાં ૧૦૦ રૃા. ના બે કિલો, કેરી ૮૦ થી ૧૦૦ રૃપિયે કિલો, દ્રાક્ષનું ૧૨૦ થી ૧૪૦ રૃપિયે પ્રતિકિલોના ભાવે વેચાણ થઈ રહ્યુ છે. જોકે જથ્થાબંધ તથા છુટક ભાવે, ખેડુતો કે મોટા વેપારી પાસેથી બારોબાર ખરીદાતા કે છુટક વેપારી, લારીવાળા ફેરિયા પાસે ખરીદાતા ફળોના ભાવમા આંશિક તફાવત જોવા મળી.
આ ઉપરાંત લીંબુપાણી , કેરીનો રસ,શેરડીનો રસ, તાડ ફળ વગેરે શરીરને ઠંડક આપતા ફળોની માર્ગ વધી છે, અને ભાવ પણ ઊંચા બોલાઈ રહ્યા છે.