સુરતના વેસુ વિસ્તારના લક્ઝુરિયસ ફ્લેટમાં લાગી ભીષણ આગ, જે કેમ્પસમાં આવેલું છે હર્ષ સંઘવીનું ઘર
સુરતના વેસુ વિસ્તારમાં ભીષણ આગની ઘટના બની છે. હેપ્પી એક્સલેન્શિયા બિલ્ડિંગના 8મા માળે અચાનક આગ ફાટી નીકળી હતી. જે પ્રસરીને 11મા માળ સુધી ફેલાઈ હતી. ભીષણ આગને પગલે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો છે.
આગની ઘટનામાં 18 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. આટલી મોટી આગ લાગવાનું કારણ અકબંધ છે. મહત્વનું છે કે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ઘર પણ આ બિલ્ડિંગની સામે આવેલું હોવાથી તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સ્થિતિનું સતત નિરીક્ષણ કર્યું હતું
મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ”નાગરિકો ખુબ જ હિંમતવાળા હતા તેમજ ફાયરની ટીમ પર સંપૂર્ણ વિશ્વાસ હતો તેમજ મહાનગરપાલિકાની ફાયરની ટીમે ખુબ જ સરાહનીય કામગીરી કરી છે જે મે લાઈવ જોયું છે. ભગવાનના આશીર્વાદ લઈને એ લોકો આગની સામે સીધા લડવા માટે અંદર જતા રહેતા હોય છે તેવા દર્શ્યો મેં પોતે જોયા છે, એક શ્વાસ લેવો જ્યાં મુશ્કેલે છે ત્યાં કલાકો સુધી આ લોકોએ કામગીરી કરી છે. ફાયર બ્રિગેડના જવાનોને મારા વિસ્તારના લોકો વતી હું તેમને સલામી આપી તેમનો ખુબ ખુબ આભાર માનું છું”