ખંભાત શહેરમાં વર્ષ 2020 દરમિયાન થયેલ સામપ્રદાયિક તણાવ અને રાયોટીંગના ગંભીર ગુનામાં ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીઓને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી મોટી સફળતા પ્રાપ્ત કરી છે.
આ કામગીરી અમદાવાદ પોલીસ મહાનિરીક્ષક સાહેબના માર્ગદર્શન અને આણંદના પોલીસ અધિક્ષક શ્રી જી.જે. જશાણી સાહેબના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. રાયોટીંગના ગુનામાં સામેલ રહેવા પામેલા આરોપીઓ છેલ્લા ચાર વર્ષથી ફરાર હતા અને તેમનો કોઈ પત્તો નહોતો. આ કેસમાં એલ.સી.બી., રાકોડિયા પોલીસ સ્ટેશન તથા ટેકનિકલ ટીમ દ્વારા વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓમાં હંમદ તાહિર મહંમદ હારુન શેખ રહે. દરગાહવાળી ઝુમ્મા મસ્જિદ પાસે, ખંભાત, કમરજામ મહંમદ સદીક રામે, ખંભાતનો સમાવેશ થાય છે.
