આંકલાવથી બોરસદ હાઇવેને જોડતો માર્ગ જોખમભર્યો: તાત્કાલિક સમારકામની માંગ ઉઠી
આંકલાવ તાલુકા ગંભીરા થી બોરસદ હાઇવેને જોડતા બિલપાડ પાસે કોતરો પર બનાવેલ ગરનાળામાં મોટા મોટા ગાબડા છેલ્લા કેટલાંક સમયથી પડી ગયા છે. જેના કારણે ટુ વ્હીલર ચાલકો તેમાં પટકતાં અકસ્માત થવાનો ભય રહે છે. તો વળી ક્યારેક સ્ટેરીગ કાબુ ગુમાવતાં અકસ્માત બનાવો બને છે. તેને ધ્યાને લઇને તાત્કાલિક ગરનાળાનું સમારકામ કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગંભીરા બોરસદ હાઇવે પર બિલપાડ ગરનાળા પર છેલ્લા કેટલાંક સમયથી અડધો પહોળા ગાબળા પડી ગયા છે. તેમાંથી કોતરો દેખાઇ રહી છે. તેમજ ગરનાળુ બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયું છે. જેના કારણે ગમે ત્યારે તુટી પડે તેવી સંભાવના છે. ગરનાળા પર મોટા મોટા ગાબડા હોવાથી વારંવાર અકસ્માતના બનાવો બંને છે. જેને લઇને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની મરામત કરવામાં ન આવતા ગમે ત્યારે આ ગાબડાં ના કારણ આ ગળનાળુ તૂટી પડે તેમ છે જેને લઈને મોટા અકસ્માતને આમંત્રણ આપતું તંત્ર નજરે પડી રહ્યું છે ત્યારે વાહન ચાલકો વહેલી તકે આ ગાબડું રીપેર કરવાંમાં આવે તેવી માંગ કરી રહ્યા છે