પેટલાદમાં 10 વર્ષથી રાહ જોઈ રહેલો ઓવરબ્રિજ આખરે તૈયાર, 12 એપ્રિલે CMના હસ્તે લોકાર્પણ
પેટલાદ શહેરમાંથી પસાર થતી આણંદ ખંભાત રેલવે લાઇન પર છેલ્લા એક દશકા નડિયાદ ખંભાત રોડ આવેલા રેલ્વે ફાટક પર ઓવરબ્રિજની બનાવવાની કામગીરી મંથર ગતિએ ચાલતી હતી. આખરે 10 વર્ષ બાદ પૂર્ણ થયા બાદ આગામી 12મી એપ્રિલના રોજ રૂ 31 કરોડના ખર્ચે તૈયાર થયેલ રેલ્વે ઓવરબ્રિજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હસ્તે લોકાર્પણ કરશે.મુખ્યમંત્રીની આણંદ જિલ્લાની મુલાકાતને ધ્યાને લઇ જિલ્લા વિકાસ અધિકારી અધિકારી દેવાહુતીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમના સુચારુ આયોજન – અમલીકરણ અર્થે સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ સાથે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર આર.એસ. દેસાઈએ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને તેમના કાર્યક્ષેત્ર અંતર્ગત કરવાની થતી કામગીરીથી માહિતગાર કરી કાર્યક્રમના સ્થળ, હેલીપેડ, રસ્તા, ટ્રાફિક સહિતની આનુસાંગિક તમામ વ્યવસ્થાઓ સંદર્ભે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચના-માર્ગદર્શન આપ્યુ હતુ.
છેલ્લા 10 વર્ષ થી અટવાયેલ પેટલાદ કોલેજ ચોકડી રેલ્વેઓવરબ્રિજનું 12મી લોકાર્પણ કરતાં નડિયાદથી ખંભાત તરફ અને પેટલાદ,ધર્મજ જતાં દૈનિક 12 હજાર વાહનચાલકોને રાહત થશે.તેમજ ડાયવર્ઝનમાંથી મુકિત મળતાં 3 કિમીનો ફેરો બચશે અને પેટલાદ વાસીઓને ડસ્ટમાંથી મુકિત મળશે