મુખ્યમંત્રીના કાર્યક્રમના સુચારુ આયોજન સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
તારીખ ૧૨ એપ્રિલના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આણંદ જિલ્લાની મુલાકાતે પધારનાર છે. મુખ્યમંત્રી જિલ્લાના નડિયાદ-પેટલાદ-ખંભાત રોડ પર આવેલ પેટલાદ કોલેજ ચોકડી પાસેના રૂપિયા ૩૧ કરોડના ખર્ચે તૈયાર થયેલા રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ કરશે.
મુખ્યમંત્રીની આણંદ જિલ્લાની મુલાકાતને ધ્યાને લઇ જિલ્લા વિકાસ અધિકારી અધિકારી સુશ્રી દેવાહુતીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમના સુચારુ આયોજન – અમલીકરણ અર્થે સબંધિત વિભાગના અધિકારીઓ સાથે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
જિલ્લા વિકાસ અધિકારીએ મુખ્યમંત્રીના પેટલાદ ખાતેના કાર્યક્રમને ધ્યાને લઈ સબંધિત અધિકારીઓને તેમના હસ્તકની કામગીરી સુચારૂ રૂપે થાય તે જોવા જણાવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.એસ. દેસાઈએ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને તેમના કાર્યક્ષેત્ર અંતર્ગત કરવાની થતી કામગીરીથી માહિતગાર કરી કાર્યક્રમના સ્થળ, હેલીપેડ, રસ્તા, ટ્રાફિક સહિતની આનુસાંગિક તમામ વ્યવસ્થાઓ સંદર્ભે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચના-માર્ગદર્શન આપ્યુ હતુ.
આ બેઠકમાં નાયબ વન સંરક્ષક સુરેશ મીણા, પેટલાદના મદદનીશ કલેક્ટર હિરેન બારોટ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક પી.કે. દિયોરા, આણંદ પ્રાંત અધિકારીમયુર પરમાર, બોરસદ પ્રાંત અધિકારી અમિત પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.