આણંદના આંકલાવ પાસે હિટ એન્ડ રનની ઘટના, ટ્રેક્ટરની ટક્કરથી પાદરાના ત્રણ યુવકના મોત
આણંદના આંકલાવના બામણગામ નજીક ગંભીર અકસ્માતની ઘટના સર્જાઈ છે. ટ્રેક્ટરે બાઈકને ટક્કર મારતા બાઈક પર સવાર ત્રણ યુવકો ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા. મળતી માહિતી પ્રમાણે ત્રણેય યુવકો સંખ્યાડ ગામમાં માતાજીના માંડવામાં જઈ રહ્યા હતા, તે દરમિયાન આ ઘટના બની હતી. ઘટના બાદ ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આંકલાવ પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક ત્રણેય યુવકો પાદરાના મુજપુર ગામના વતની છે
પ્રાપ્ત માહિતી અનુસાર, આંકલાવના બામણગામ પાસે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ગંભીર ઇજાઓ પહોંચતા ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા. ટ્રેક્ટરે બાઈકને ટક્કર મારતાં બાઇક પર સવાર ત્રણ યુવકો રોડની સાઈડ પર ફંગોળાયા હતા. મૃતક ત્રણેય યુવકો પાદરાના મુજપુર ગામના વતની છે. યુવકો મોટી સંખ્યાડ ગામમાં માતાજીના માંડવામાં જઈ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.