અનંત અંબાણીની દ્વારકાની યાત્રામાં તેઓની સાથે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પણ જોડાયા
રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીની દ્વારકાની પદયાત્રાનો આજે આઠમો દિવસ છે. આજે વહેલી સવારે 5 વાગ્યે તેમણે મહાદેવડિયા ગામ નજીકથી યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને ખાડી પાસે યાત્રા પૂર્ણ કરી હતી. આઠ દિવસમાં અનંત અંબાણીએ 81 કિલોમીટરનું અંતર કાપ્યું છે. અનંત અંબાણીની પદયાત્રાના આઠમા દિવસે તેઓની સાથે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પણ જોડાયા હતા. તેઓ ચંપલ પહેર્યાં વગર ખુલ્લા પગે યાત્રામાં જોડાયા હતા.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે, આ ભક્તિ અને શક્તિની યાત્રા છે, મારા પરમમિત્ર અનંત અંબાણી દ્વારકાધીશનાં ચરણોમાં શીશ નમાવવા જઈ રહ્યા છે. તેઓનું તન નિરોગી છે, મન તંદુરસ્ત છે અને શ્રદ્ધાથી ભરપૂર છે. મારા તો ખાસ મિત્ર છે. મને ખૂબ ગૌરવ છે. હું પણ તેઓની સાથે પદયાત્રામાં જોડાયો છું. આ પદયાત્રાથી એક સંદેશ આપવા માગું છું કે, આપણે જમીનથી જોડાયેલા રહેવું જોઈએ. આપણે ગમે તેટલા મોટા થઈ જઈએ પણ બિલ્ડિંગ હવામાં ઊભી ન રહી શકે. જમીન પર જ બિલ્ડિંગ ઊભી રહી શકે છે. દ્વારકાધીશ અનંત અંબાણીની સાથે છે.
રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીની દ્વારકા પદયાત્રાનો આજે આઠમો દિવસ છે. વહેલી સવારે 5 વાગ્યે મહાદેવડિયા ગામ નજીકથી યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને ખાડી પાસે યાત્રા પૂર્ણ કરી હતી. આજે પદયાત્રામાં ખાસ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી જોડાયા હતા. યાત્રામાં અનંત અંબાણી અને 200 બ્રાહ્મણો સાથે તેઓ પર પગપાળા ચાલ્યા હતા. આ દરમિયાન અનંત અંબાણી સાથે ફોટો પડાવવા પણ લોકો પહોંચી ગયા હતા અને તેઓને દ્વારકાધીશની છબી ભેટ પણ આપી હતી.