સુરતની નવી લેડી ડોન ભાવિકા: કારખાનેદારને સળિયો મારી માથું ફોડી દીધું
સુરત: શહેરમાં અસામાજિક તત્ત્વોનો આતંક વધી રહ્યો છે, ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં માથાભારે મહિલાનો આતંક સામે આવ્યો છે. જેણે કારખાનેદારનું સળિયો મારી માથું ફોડી દીધું છે. આ મામલે ભાવિકા વાળા નામની માથાભારે મહિલા પર આરોપ છે.
કારખાનાની બહાર બેસીને અપશબ્દો ન બોલવા કહ્યું હતું. જ્યારે અપશબ્દો ન બોલવાનુ કહેતા માથાભારે મહિલાએ કારખાનેદારને માર માર્યો હતો. ભાવિકા સહિત ચાર આરોપીઓએ માર માર્યાનો આરોપ છે. જ્યારે ભાવિકા વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાયેલા છે. હાલમાં વરાછા પોલીસે માથાભારે મહિલા ભાવિકાની ધરપકડ કરી છે.
નોંધનીય છે કે, અગાઉ પણ સુરત શહેરમાં મહિલા દ્વારા ગુંડાગર્દી કરવામાં આવતી હોવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે, ત્યારે વધુ એક મહિલા દ્વારા આતંક મચાવવામાં આવી રહ્યો હોવાની ઘટના સામે આવી છે. જ્યારે આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ પોલીસ એક્શનમાં આવી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.