ગુજરાતમાં હવે નકલી વિજિલન્સ PSI પકડાયો, પૂછપરછ કરાતા ફૂટ્યો ભાંડો
સુરતમાં નકલી પીએસઆઇ ઝડપાયો છે. બનાવની વિગત અનુસાર ટ્રાફિક પોલીસે નશામાં ધૂત બે લોકોની ધરપકડ કરી હતી. .. બંનેને છોડાવવા આવેલા શખ્સે પોતે વિજિલન્સ PSI હોવાની ઓળખ આપી હતી અને પોતાનું નામ PSI રોનક કોઠારી બતાવ્યું હતું.
નકલી PSIએ પોતાનું આઇડી કાર્ડ ભૂલી ગયો હોવાનું કહ્યું હતું. પૂછપરછ કરાતા નકલી પોલીસનો ભાંડો ફૂટ્યો હતો.
આરોપીના ફોનમાંથી પોલીસની વર્દી પહેરલા ફોટા મળ્યા હતા. પોલીસે આરોપીને પકડીને વધુ તપાસ હાથ ધરી છે.
નકલી પીએસઆઇએ અગાઉ કેટલા લોકોને પોતાની ખોટી ઓળખથી પરેશાન ક્યા છે તેની તપાસ પોલીસે હાથ ધરી છે.. સાથેજ પીએસઆઇના સ્વાંગમાં કોઇની પાસેથી ખોટી વસુલાત કરી છે કે કેમ તેની પણ પોલીસ તપાસ કરશે.