ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ: 21 મજૂરોના મોત, ફેક્ટરી માલિક પિતા-પુત્ર સામે FIR નોંધાઈ
બનાસકાંઠાના ડીસામાં ફટાકડાંની ફેક્ટરીમાં આગ લાગતા 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યો છે. હવે ગુજરાત સરકાર દ્વારા હાલ 18 શ્રમિકોના મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. એવામાં હવે આ મામલે મોટા ખુલાસા થઈ રહ્યા છે. અત્યાર સુધી અહીં ફટાકડાનું ગોડાઉન હોવાનું જણાવવામાં આવી રહ્યું હતું, ત્યારે હવે પરિવારજનોએ આ ફેક્ટરી વિશે મોટો ખુલાસો કર્યો છે. જેમાં મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, મધ્ય પ્રદેશથી સુતળી બોમ્બ બનાવવા માટે શ્રમિકોને ગુજરાત લાવવામાં આવ્યા હતાં.
મળતી માહિતી મુજબ, રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા અને પોસ્ટ મોર્ટમ બાદ મધ્ય પ્રદેશના સિંઘલપુરના 18 શ્રમિકોને મધ્ય પ્રદેશ મોકલવામાં આવ્યા છે. પરિવારજનોએ આ વિશે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, જ્યાં અકસ્માત સર્જાયો ત્યાં ફક્ત ગોડાઉન નહતું પરંતુ, ફટાકડાં બનાવવામાં આવતા હતાં. ગોડાઉનના નામે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. મધ્ય પ્રદેશથી શ્રમિકોને સુતળી બોમ્બ બનાવવા માટે લાવવામાં આવ્યા હતાં.
હજી કેટલા જીવ લેશે આ સરકારી તંત્ર ?
https://urbangujarat.com/?p=11185
દરેક વખતે લોકો પોતાનો જીવ ગુમાવે ત્યારબાદ જ કાર્યવાહી કરશો ?
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડબાદ સમગ્ર ગુજરાતમાં ફાયર સેફટીના સાધનોનું ચેકિંગ હાથધરાયું. કેટલીય જગ્યાએ સીલ પણ લાગ્યા પરંતુ દંડ ભરીને સીલ ખોલી દેવાયા.. સેફટીના અભાવ હતા તેમજ રહ્યા અનેક લોકોના જીવ ફરી ગયા.. અને આવુ જ ડીસામાં પણ થયું.
ડીસામાં ઢુંવા રોડ પર આવેલી દીપક ટ્રેડર્સ નામની ફટાકડા બનાવવાની ગેરકાયદે ફેક્ટરીમાં મંગળવારે (1 એપ્રિલે) સવારે ભીષણ ધડાકા બાદ આગ લાગી હતી. આ ધડાકો એટલો જોરદાર હતો કે, ગોડાઉનની છતનો સ્લેબ તૂટી પડ્યો હતો, જેમાં મધ્યપ્રદેશના 21 મજૂરનાં મોત થયા હતા.
દીપક ટ્રેડર્સ ફર્મની રજીસ્ટ્રેશન તારીખ 01 જુલાઈ 2017નું છે. આમાં ધંધોનો પ્રકાર પણ સ્પષ્ટ લખેલો છે જેમાં કોઈ જગ્યાએ ફટાકડા બનાવવાનો ઉલ્લેખ નથી કરાયો ફક્ત હોલસેલર અને ડિસ્ટ્રીબ્યુટરનું લાયસન્સ આપવામાં આપ્યું હતું.
જિલ્લાના એસપીએ નિવેદન આપ્યું છે કે ફેક્ટરી માલિકે ફટાકડા બનાવવા લાઇસન્સ માંગ્યું હતું જેથી પોલીસે સ્થળ તપાસ કરી અને તપાસમાં ક્ષતિઓ બહાર આવતા નેગેટિવ અભિપ્રાય આપ્યો હતો.
જ્યારે કલેકટરે નિવેદન આપ્યું છે કે ફેક્ટરીમાં ફટાકડા નહોતા બનતા. પરંતુ આ ફેક્ટરીમાં મોટા પ્રમાણે ફટાકડા બનાવવનો જથ્થો મળી આવ્યો છે.
આ ગેરકાયદેસર ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં અત્યંત વિસ્ફોટક એવો પ્રતિબંધિત એલ્યુમિનિયમ પાવડર તેમજ સોડિયમ અને સલ્ફેટ પાવડર વાપરવામાં આવતો હતો જેના કારણે બ્લાસ્ટ થયો હતો. તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી પરંતુ તેમના કોઈના પણ ધ્યાન પર આ બાબત કેમ ન આવી ? તે એક પ્રશ્ન ઉઠવા પામ્યો છે.
ડીસા પોલીસ અને જિલ્લા કલેકટરના નાક નીચે આ ગોડાઉનમાં ફટાકડા બનવવાનું શરૂ થઈ ગયું. અને 21 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે પોતાની ભૂખને સંતોષવા બે પૈસા કમાવા આવેલા આ મજૂરોને શું ખબર હતી કે માલિક અને તંત્રની પૈસાની ભૂખ તેમનો જીવ લેશે ? કારણ કે આ આગની ઘટનામાં જે મુદ્દા સામે આવ્યા છે તેમાંથી ભ્રષ્ટાચારની ગંધ પણ આવી રહી છે તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.