“સીબીએસઈ ધોરણ-10 બોર્ડ પરીક્ષાના પરિણામ ટૂંક સમયમાં જાહેર થશે”
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ની તરફથી ધોરણ 10ની બોર્ડ પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 18 માર્ચ 2025 સુધી આયોજિત કરવામાં આવી હતી. આ વર્ષે લગભગ 24.12 લાખ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ આ પરીક્ષાઓમાં ભાગ લીધો હતો. હવે તમામ સ્ટુડન્ટ્સ આતુરતાથી રિઝલ્ટની રાહ જોઈ રહ્યાં છે. રિઝલ્ટ ચેક કરવા માટે વિદ્યાર્થી અહીં આપેલા સ્ટેપ્સને ફોલો કરી શકે છે.
રિપોર્ટ અનુસાર સીબીએસઈ ટૂંક સમયમાં જ 10 માં ધોરણની બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર કરી શકે છે. શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે રિઝલ્ટ 10થી 15 મે 2025ની વચ્ચે જાહેર કરી શકાય છે. ગયા વર્ષે પણ બોર્ડે 13 મે એ પરિણામ જાહેર કર્યા હતા. તેથી આ વખતે પણ આ સમયની આસપાસ રિઝલ્ટ આવવાની આશા છે.
CBSE Board 10th Result 2025 માત્ર ઓનલાઈન જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થી પોતાનું રિઝલ્ટ સીબીએસઈની સત્તાવાર વેબસાઈટ cbse.gov.in પર ચેક કરી શકશે. આ સિવાય ડિઝિલોકર એપ અને પોર્ટલ results.digilocker.gov.in કે SMS દ્વારા પણ રિઝલ્ટ મેળવી શકાય છે.
જો કોઈ વિદ્યાર્થી એક કે બે વિષયોમાં નાપાસ થઈ જાય છે કે પછી પોતાના રિઝલ્ટથી સંતુષ્ટ નથી તો તે કમ્પાર્ટમેન્ટ/ઈમ્પ્રૂવમેન્ટ પરીક્ષા માટે અરજી કરી શકે છે. આ પરીક્ષા દ્વારા વિદ્યાર્થી નાપાસ થયેલા વિષયમાં બીજી વખત પરીક્ષા આપીને પોતાનું વર્ષ બચાવી શકે છે.
CBSE 10th Result 2025: રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું
સ્ટેપ 1: વિદ્યાર્થીએ સૌથી પહેલા સીબીએસઈની સત્તાવાર વેબસાઈટ cbse.gov.in પર જવું.
સ્ટેપ 2: તે બાદ હોમપેજ પર આપવામાં આવેલી CBSE 10th Result 2025 લિંક પર ક્લિક કરવું.
સ્ટેપ 3: હવે તમારી સામે નવું પેજ ખુલશે.
સ્ટેપ 4: તે બાદ રોલ નંબર અને સ્કુલ કોડ નોંધીને સબમિટ કરો.
સ્ટેપ 5: હવે તમારી માર્કશીટ સ્ક્રીન પર આવી જશે.
સ્ટેપ 6: પછી વિદ્યાર્થી માર્કશીટને ડાઉનલોડ કરી શકે છે અને પ્રિન્ટ પણ લઈ શકે છે.