“ચૈત્રી નવરાત્રિ: ઘરમાં સુખ અને શાંતિ માટે અજમાવો આ ઉપાય”
ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. આ દરમિયાન નવમી તિથિ સુધી માતા દુર્ગાના વિભિન્ન સ્વરૂપોની પૂજા-અર્ચના કરવામાં આવશે. ચૈત્રી નવરાત્રિના 9 દિવસ માતા દુર્ગાની કૃપા મેળવવા માટે સૌથી શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દરમિયાન વિધિ-વિધાનથી માતા દુર્ગાની ઉપાસનાની સાથે-સાથે વિશેષ ઉપાય કરવાથી જીવનની તમામ બાધાઓ દૂર થઈ જાય છે. હિન્દુ પંચાગ પ્રમાણે આ વખતેની ચૈત્ર નવરાત્રિ 8 દિવસોની જ છે, કારણ કે, ચોથ અને પાંચમ તિથિ એક જ દિવસે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે,ચૈત્રી નવરાત્રિમાં જવના કયા-કયા ઉપાયો તમને દેવામાંથી મુક્તિ મેળવવાની સાથે-સાથે માતા દુર્ગાના આશીર્વાદ પણ અપાવી શકે છે.
તાંબાની થાળીમાં જવના થોડા દાણા મૂકવા. તેને પૂજા સ્થળ પર સ્થાપિત કરો. બીજા દિવસે આ જવના દાણા પક્ષીઓને ખવડાવી દેવા. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ધન લાભ અને સમૃદ્ધિ આવે છે.
રાહુ-કેતુના દોષોથી મુક્તિ
નવરાત્રિમાં કોઈ પણ દિવસે જવની સાથે નારિયેળ, તલ, દૂર્વા, કોલસો અને કાચું દૂધ પાણીમાં વહેતું કરવું. આ ઉપરાંત કબૂતરોને જવ ખવડાવવાથી રાહુ-કેતુની નકારાત્મક અસર પણ ઓછી થાય છે. આ ઉપાયથી ગ્રહ દોષો શાંત થાય છે અને જીવનમાં શુભ ફળ પ્રાપ્ત થાય છે.
દેવામાંથી મુક્તિના ઉપાય
એક મુઠ્ઠી જવને લાલ કપડામાં બાંધીને રાત્રે સૂતી વખતે પલંગ નીચે રાખી દેવા. બીજા દિવસે સવારે આ જવ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરી દેવા. આ ઉપાય દેવાથી મુક્તિ મેળવવામાં મદદ કરે છે અને નાણાકીય સ્થિરતા લાવે છે.
કાર્યોમાં સફળતા મેળવવા માટે કરો જવનો આ ઉપાય
કોઈ બગીચામાં કે ખુલ્લી જગ્યામાં જવના બીજ વાવવા. તેમાં દરરોજ પાણી નાખવું. એવું માનવામાં આવે છે કે આનાથી કામમાં આવતા અવરોધો દૂર થાય છે અને ઈચ્છિત પરિણામ મળે છે.
ઘરમાં સકારાત્મક ઉર્જા માટે કરો જવનો હવન
હવન સામગ્રી તરીકે જવનો ઉપયોગ કરવો. નવરાત્રી દરમિયાન હવન કરતી વખતે જવની આહૂતિ આપવી. આ ઉપાય ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સકારાત્મકતા લાવે છે. નવરાત્રી દરમિયાન જવના આ ચમત્કારિક ઉપાયો કરવાથી માતા દુર્ગાની કૃપાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.