સરકારી નોકરીની રાહ જુતા ઉમેદવારો માટે સારા સમાચાર! સરકાર લાવશે 2 લાખથી વધુ નોકરીઓ
ગુજરાતમાં સરકારી નોકરીઓની રાહ જોતા યુવાનો માટે આનંદની ખબર છે. રાજ્ય સરકારે આગામી 10 વર્ષ માટે નવું ભરતી કેલેન્ડર તૈયાર કર્યું છે, જેમાં કુલ 2,06,991 નોકરીઓ ઊભી થવાની છે.
ભરતી પ્રક્રિયાને ગતિ અપાશે
સૌથી મહત્વની બાબત એ છે કે 2033 સુધીમાં ખાલી પડનારા પદો પર નિયમિત ભરતી થવાની છે. સરકાર દ્વારા હજુ સુધી માત્ર 15-20% જેટલી જ ભરતી કરવામાં આવી રહી હતી, જે ખાલી જગ્યાઓની સરખામણીએ બહુ ઓછી છે. આ અંગે નવી નીતિ દ્વારા વિભાગીય નિવૃત્તિને ધ્યાને લઈ રોજગારના વધુ અવસરો ઊભા કરાશે.
નવા ભરતી કેલેન્ડરથી યુવાનોને થશે લાભ
✔️ 2033 સુધીમાં 2 લાખથી વધુ નોકરીઓ ઉપલબ્ધ થશે
✔️ નિયમિત ભરતીની પ્રક્રિયા હાથ ધરાશે
✔️ નવા પદો ઊભા કરી રોજગારની તકો વધારાશે
આ નવી ભરતી નીતિ કેટલો અસરકારક સાબિત થશે તે તો સમય જ બતાવશે, પણ આ નિર્ણયથી સરકારના રોજગાર સપનાને એક નવી દિશા મળશે.