નડિયાદ મનપાની સખત કાર્યવાહી: વેરો ન ભરનાર એકમો સીલ
ખેડા જિલ્લાના નડિયાદમાં જે એકમોનો વેરો ભરવાનો બાકી હોય તેમની સામે નડિયાદ મનપાની ટેક્સ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે જે એકમો વેરો ન ભર્યો હોય, તેમના એકમોને સીલ કરી નાખવામાં આવ્યા છે. જે મામલે અગાઉ પણ ટેક્સ ભરવા અંગે મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે. છતા વેરો ભરવા બાબતે ઔદ્યોગિક એકમો ઉદાસીનતા દાખવી રહ્યા છે.
મનપાની ટેક્સ વિભાગની ટીમની કાર્યવાહી
પ્રાપ્ત માહિતી મુજબ ખેડાના નડિયાદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગે કડક કાર્યવાહી કરી છે. જે મામલે નડિયાદ મનપાની ટેક્સ વિભાગની ટીમે વિવિધ એકમો પાસે વેરો ભરવાનું જણાવ્યું છે. નડિયાદ મહાનગરપાલિકા દ્વારા બેસ્ટ મસાલા એકમ સીલ કરવામાં આવ્યું છે. ત્યારે નડિયાદમાં આવેલ શ્લોક, વેદ હોસ્પિટલને બાકી પડતાં કુલ 4,24 લાખના વેરા મામલે નોટિસ ફટકારી હતી. ટેક્સ વિભાગે બેસ્ટ મસાલામાં કાર્યવાહી કરી હતી. નડિયાદ મનપાની ટેક્સ વિભાગની ટીમ જ્યારે બેસ્ટ મસાલા પહોંચી હતી.
બેસ્ટ મસાલાના માલિકે કરી બબાલ
બેસ્ટ મસાલાના માલિકે મનપાના અધિકારીઓ સાથે બબાલ કરી હતી.નડિયાદ મનપાના અધિકારીઓ સાથે દાદાગીરી કરતા પોલીસને બોલાવવામાં આવી હતી. તો નડિયાદના પીપલગ ચોકડ નજીક બેસ્ટ મસાલાની મિલ્કતનો 100 ટકાનો વેરો બાકી છે. બેસ્ટ મસાલાનો કુલ રુ.8.76 લાખનો વેરો બાકી હોવાથી સીલ કરવામાં આવ્યું છે.
નડિયાદ મનપાની ટીમે કાર્યવાહી કરી
નડિયાદ મનપાની ટીમે બેસ્ટ મસાલાને સીલ કર્યુ છે. તો બીજી બાજુ વેદ હોસ્પિટલમાં વેરો બાકી હોય માટે નોટિસ ફટકારવામાં આવી છે. નડિયાદ મનપા દ્વારા ટેક્સ અંતર્ગત રીબેટ અને વેરા સંબંધિત સમજણ આપવામાં આવી હતી, તો પણ ઔદ્યોગિક એકમોમાં ટેક્સ ભરવા બાબતે ઉદાસીનતા જોવા મળી રહી છે.