Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

આણંદ મનપાની તાત્કાલિક દબાણ હટાવ અભિયાન: દુકાનદારો પાસેથી 75 હજાર રૂપિયાનો દંડ

આણંદ મનપાની તાત્કાલિક દબાણ હટાવ અભિયાન: દુકાનદારો પાસેથી 75 હજાર રૂપિયાનો દંડ

આણંદ મનપાની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આકસ્મિક રીતે ગુરૂવારના રોજ પોલસન ડેરી રોડ ગુજરાતી ચોકમાં તપાસ હાથ ધરાઈ હતી. આકસ્મિક તપાસ કરતા જાહેર રસ્તાઓ ઉપર લોકોને અડચણ થાય તે રીતે લારી ગલ્લા દુકાનવાળાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યા હતા. જેમાં લારીઓવાળાએ તેમજ દુકાનદારો દબાણ કરી દેતા વારંવાર ટ્રાફિક જામ થઇ જતો હતો. જેથી મનપા દ્વારા તાત્કાલિક 15 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યાં હતા. તેમજ દબાણકર્તાઓ પાસેથી સ્થળ પર રૂ 75 હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો

આણંદ મનપા ની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જણાવાયું છે કે જાહેર રસ્તાઓ ઉપર લોકોને અડચણરૂપ થાય તે રીતે લારી ગલ્લા ઉભા રાખવા નહીં અને દુકાનવાળાઓએ જાહેર રસ્તા ઉપર પોતાનો સામાન મૂકવો નહીં અન્યથા મનપાની ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ કરીને જાહેર રસ્તાઓ ઉપર દબાણ માલુમ પડશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. આગામી દિવસો શહેરના અન્ય માર્ગો પર તપાસ હાથધરવામાં આવશે.કોઇ દુકાનદાર દ્વારા વારંવાર દબાણ કરવામાં આવતું હશે.તેની સામે કડક કાર્યવાહી કરાશે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement