પેટલાદ બાંધણી ચોકડી પરથી 100થી વધુ દબાણો હટાવાયા, રસ્તો થયો ખુલ્લો
પેટલાદના બાંધણી ચોકડી પર ગેરકાયદે દબાણોનો રાફડો ફાટી નિકળ્યો હતો.ત્યારે આણંદ જીલ્લા સ્ટેટ પીડબલ્યુ ડી તંત્રએ ફરીયાદોના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઈ હતી. તંત્રએ જેસીબી મશીનથી 100થી વધુ કાચા પાકા દબાણોનો સફાયો બોલાવી માર્ગ ખુલ્લો કરાયો હતો. પેટલાદના બાંધણી ચોકડી પર ગેરકાયદે દબાણો થઈ ગયા હોવાથી વારંવાર ટ્રાફિક જામ થઇ જતો હતો.ત્યારે માર્ગ ઉપર અવર જવર કરતા હજારો વાહન ચાલકો હાલાકીઓનો ભોગ બનતા હતા. આખરે આણંદ જીલ્લા સ્ટેટ પીડબલ્યુડીવિભાગે ફરીયાદોને પગલે પોલીસ બંદોબસ્ત મળતા શુકવારે દબાણો હટાવવા કાર્યવાહી હાથ ધરાઈ હતી.