Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

પણસોરા ચોકડી ઉપર દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો

પણસોરા ચોકડી ઉપર દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો

ઉમરેઠ તાલુકાની પણસોરા ચોકડીએથી ભાલેજ પોલીસની ટીમે શંકાસ્પદ ટોયોટા ઇનોવા ગાડીને અટકાવીને તપાસ કરતા તેમાંથી ર.પ૩ લાખના વિદેશી દારૂ,બિયર સાથે બે વ્યકિતઓની અટકાયત કરી હતી.

મળતી વિગતોમાંગત સાંજે બાતમીના આધારે ભાલેજ પોલીસ ટીમ અલીણા ચોકડી તરફથી નંબર વગરની આવતી સફેદ કલરની ઇનોવા ગાડીની તપાસમાં પણસોરા ચોકડીએ ઉભી હતી. દરમ્યાન શંકાસ્પદ કાર આવતા તેને કોર્ડન કરીને અટકાવી હતી. ગાડીમાં બેઠેલા બંને ઇસમોની અટકાયત કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી.

જેમાં ગાડીમાં અલગ અલગ બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂ,બિયરની કુલ ૭૩ પેટી (રર૬૮ નંગ બોટલ), કિંમત રૂ.ર.પ૩ લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. ઝડપાયેલ ઇસમોની પૂછપરછ કરતા મહાદેવગીરી ગુનેશગીરી ગોસ્વામી (ઉ.વ.ર૦, રહે. શનાવાડા તા. બાડમેર) અને અક્ષય ઉર્ફે બંટી મુકેશ વર્મા (ઉ.વ.ર૬ રહે. બજાર ભટ્ટી, જી. મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. જયારે આ ગુનાના અન્ય આરોપી મનિષ ચારણ (જાટ) રહે. બાડમેરને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે વિદેશી દારુ, ગાડી અને મોબાઇલ સહિત કુલ ૧૦.૬૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement