ઉમરેઠ ડાકોર રોડ પર બપોરના સમયે 42 ડિગ્રી તાપમાનમાં કામ કરતાં શ્રમિકો
ઉનાળાની કાળઝાળ ગરમીના પગલે શ્રમિકો બિમારના પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા બપોરે 1 થી ચાર શ્રમિકો પાસે કોઇ કામ કરાવું નહી તેઓ પરિપત્ર જાહેર કર્યો છે. તેમ છતાં ઉમરેઠ ડાકોર રોડ પર નવો રસ્તો બનાવતા કોન્ટ્રાકટર દ્વારા ભરબપોરે 1.30 વાગ્યાના અરસામાં કામ કરતાં જોવા મળ્યા હતા. જેને લઇને સ્થાનિકો રોષ વ્યકત કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય સરકાર દ્વારા ગરમીને લઇને શ્રમિકોને બાંધકામ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો અને અન્ય સંબંધિતોને સૂચના આપવામાં આવી છે કે તેઓએ શ્રમિકોને બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન એવી ખુલ્લી જગ્યાઓ કામ નહી કરવાની સુચના આપવામાં આવી છે. ઉમરેઠ પાસે ચાલી રહેલા આ કામમાં જોવા મળ્યું કે કોન્ટ્રાક્ટર દ્વારા આ સૂચનોનું સ્પષ્ટ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આકરા તાપમાં પણ શ્રમિકોને કામ કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે, જે તેમના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.
આ ઘટના દર્શાવે છે કે કેટલાક કોન્ટ્રાક્ટરો સરકારી નિયમોને ઘોળીને પી ગયા હોય તેમ વર્તી રહ્યા છે અને શ્રમિકોના જીવનને જોખમમાં મૂકી રહ્યા છે. સંબંધિત વિભાગે તાત્કાલિક આ બાબતની નોંધ લેવી જોઈએ અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માગ કરવામાં આવી છે.