278 આચાર્યોના ઇજાફા પર અટકાવટી નોટીસ સામે કોર્ટનો દરવાજો ખખડાવશે
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ઠંડીની ઋતુમાં શાળાના વિદ્યાર્થીઓ ને બેસવા મા278 આચાર્યોના ઇજાફા પર અટકાવટી નોટીસ સામે કોર્ટનો દરવાજો ખખડાવશેશિક્ષા અભિયાન હેઠળ વર્ષ 2015માં ગ્રાન્ટ ફાળવી હતી. જેના પગલે તે સમયના પ્રાથમિક શિક્ષણ અધિકારી વ્યાસની મૌખિક સૂચના થી આચાર્યોએ બારોબાર ચેક ઉધરાવી લેતાં આશરે ત્રણ કરોડની શેતરંજી ખરીદ માં નાણાંકીય ગેરરીતિ થયાનું તપાસમાં બહાર આવતાં ઉચ્ચકક્ષાએ થી તપાસ હાથ ધરાતાં જેમાં આચાર્યો ના માથે ટોપલો ઢોળી278 જેટલા આચાર્ય ને નોટિસ ફટકારવામાં આવી હતી.
જે પૈકી 100 જેટલા આચાર્ય ના છમાસના ઇજાફા અટકાવતાં દશવર્ષે શેતરંજી કૌભાંડ નું ભૂત ધુણતા દોષિત આચાર્ય દ્વારા આંકલાવ ખાતે બેઠક યોજી પ્રાથમિક શિક્ષણ નિયામકની ટ્રીબ્યુનલમા નિર્ણય ને કોર્ટમાં પડકારવામાં તૈયારીઓ આચાર્ય આરંભી દિઘી છે, જેમાં જીલ્લા શિક્ષણાધિકારી, પ્રા. શિક્ષણાધિકારી તથા જીલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન ની કમીટીમા સમાવેશ કરવામાં આવ્યો હોય અને ઇજાફો રોકવાની જે નોટિસ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આપી હોય તેમના સમાવેશ થયેલ ટ્રીબ્યુનલ કમીટી આચાર્ય ને કેવી રીતે ન્યાય આપશે?ના સવાલ પણ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.