આણંદ જિલ્લામાં ટેકાના ભાવે ઘઉં વેચાણમાં ખેડૂતોનો નબળો પ્રતિસાદ
ટેકાના ભાવે ખેત ઉપજનું વેચાણ કરવામાં ખેડૂતોને અગવડ પડી રહી હોઈ ટેકના ભાવે ખેત ઉપજતુ વેચાણ કરવા માટે ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવવાનું રાખી રહ્યા છે. આણંદ જિલ્લામાં અત્યાસ સુધીમાં માત્ર ૪૫ ખેડૂતોએ જ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જે ઘણું જ ઓછું કહી શકાય.
રવિ સિઝનમાં આણંદ જિલ્લામાં ઘઉંનું વાવેતર મહત્તમ થાય છે. અગાઉ તમાકુનું વાવેતર ખાસા એવા પ્રમાણમાં આણંદ જિલ્લામાં થતું હતું પરંતુ હવે તમાકુની જગ્યાએ ખેડૂતો રાઈ અને ઘઉંનુ વાવેતર કરવા લાગ્યા છે એટલે ગત વર્ષ પણ આણંદ જિલ્લામાં ઘઉંનું વાવેતર મોટા પાયે થયું હતું. આ વર્ષ પણ આણંદ જિલ્લામાં ઘઉંનું વાવેતર મોટા પાયે થયું હતું. ખંભાત-તારાપુર તાલુકામાં તો રવિ સિઝનમાં માત્ર ઘઉંનું જ વાવેતર થાય છે. તે સિવાયના કોઈ ખેતી પાક લેવાતા નથી. આમ આણંદ જિલ્લામાં ઘઉંનુ ઉત્પાદન મબલખ થાય છે. ઘઉંના પોષાતા ભાવ ખેડૂતોને મળે અને ખેડૂતોનું શોષણ ન થાય તે માટે સરકાર દ્વારા ઘઉંનું ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોનું રજિસ્ટ્રેશન ગ્રામ પંચાયતના વી.સી. દ્વારા મારફતે હાલમાં થઈ રહ્યું છે. પરંતુ ટેકાના ભાવે વેચાણ કરવા માટેના નિયમો, પધ્ધતિ અને નોંધણી કરવાની સિસ્ટમ અટપટી હોઈ ખેડૂતો નોંધણી કરાવવાનું ટાળી રહ્યા છે.
ઘઉંનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોનું રજિસ્ટ્રેશન તા. ૩૧/૦૫/૨૦૨૫ સુધી ગ્રામ પંચાયતના વીસી મારફતે કરી શકાશે. અત્યાર સુધીમાં નોંધણી કરાવેલ ૪૫ ખેડૂતોમાંથી પાંચ ખેડૂતોના અપુરતા ડોક્યુમેન્ટ હોઈ નોંધણી બ્લોક કરવામાં આવી છે. પુરતા ડોક્યુમેન્ટ ખેડૂતો રજૂ કરશે એટલે તેઓની નોંધણી મંજૂર કરવામથ્ં આવશે. તેવું આણંદ જિલ્લા નાયબ મેનેજર ગ્રેડ-૨ નાઓએ જણાવ્યું હતું.
તાલુકા નોંધણી સંખ્યા અવરોધિત નોંધણી મંજૂર કરાયેલ ખેડૂતોની થયેલ ખેડૂતોની સંખ્યા સંખ્યા ઉમરેઠ ૧ ૦ ૧ ખંભાત ૨૧ ૩ ૧૮ તારાપુર ૯ ૦ ૯ પેટલાદ ૮ ૨ ૬ બોરસદ ૩ ૦ ૩ સોજીત્રા ૩ ૦ ૩ ૪૫ ૫ ૪૦
તા. ૧ જાન્યુઆરીથી ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે અને ૩૧ મેં સુધી રજિસ્ટ્રેશન કરાશે. પરંતુ સમગ્ર આણંદ જિલ્લામાંથી અઢી માસમાં સમયગાળામાં માત્ર ૪૫ ખેડૂતો એ જ પોતાના નામની નોંધણી કરાવી છે. નોંધણી કરાવેલ ખેડૂતોમાં સૌથી વધુ ખંભાત તાલકુાના ૨૧ અને બીજા નંબર તારાપુર તાલુકાના નવ ખેડૂતોનો સમાવેશ થાય છે. નોંધણી કરાવેલ ૪૫ ખેડૂતોમાંથી પાંચ ખેડૂતોની નોંધણી અવરોધિત કરવામાં આવી છે અને ૪૦ ખેડૂતોની નોંધણી મંજૂર કરવામાં આવી છે. આમ આણંદ જિલ્લામાં ટેકાના ભાવે ઘઉનું વેચાણ કરવામાં ખેડૂતોએ રસ ઘણ જ ઓછો દાખવ્યો છે.