ખેડા જિલ્લામાં તાપમાન 41 ડિગ્રી પહોંચ્યું, બપોરે રસ્તાઓ સુમસામ
ખેડા જિલ્લામાં ગરમીનો પારો ફરી એક વખત ઊંચકાયો છે. મંગળવારે જિલ્લાનું તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચ્યું છે. આકરી ગરમીના કારણે લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
જિલ્લા આરોગ્ય વિભાગે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિશેષ એડવાઈઝરી જાહેર કરી છે. કચેરીઓમાં હિટ સ્ટ્રોકથી બચવા માટેના માર્ગદર્શક બેનર્સ લગાવવામાં આવ્યા છે. વિભાગે તમામ કચેરીઓને તકેદારીના પગલાં લેવા અપીલ કરી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ, એપ્રિલના અંત અને મે માસમાં તાપમાન વધુ ઊંચે જવાની શક્યતા છે. ઉનાળો તેની ચરમસીમાએ પહોંચી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.