ઈલ્સાસ કોલેજના 16મા વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી : જીવનમાં ભૌતિક સુખ નહીં, જુસ્સો અને સેવા બની સાચા આનંદનું સૂત્ર

વલ્લભ વિદ્યાનગર:
સીવીએમ યુનિવર્સિટી સંચાલિત ઈલ્સાસ કોલેજમાં તાજેતરમાં 16મા વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય મહેમાન તરીકે “મજદૂર કો. એન્ડ ઈન્ડિયા રિસાયકલ”નાં સંસ્થાપક રેનું પોખરનાની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમમાં સીવીએમ યુનિવર્સિટી ના પ્રમુખ ભીખુભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો. હેમંત ત્રિવેદી, પ્રિન્સિપાલ ડો. સી.એન. અર્ચના સહિત સંસ્થાના પ્રાધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
પ્રિન્સિપાલ ડો. અર્ચનાએ કોલેજની શૈક્ષણિક સિદ્ધિઓ અને વિકાસનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો. ત્યારબાદ રેનું પોખરનાએ વિદ્યાર્થીઓને સંબોધતાં કહ્યું કે, “સાચો આનંદ ભૌતિક સુખમાં નહીં પરંતુ અર્થપૂર્ણ કાર્ય અને બીજાની સેવામાં છે.” તેમણે યુવા પેઢીને પરંપરાગત કારકિર્દી વલણથી આગળ વિચારીને પોતાનો જુસ્સો ઓળખી, જીવનમાં આત્મસંતોષ લાવતો માર્ગ અપનાવવા પ્રેર્યા હતા.
તેઓએ વલ્લભ વિદ્યાનગરની તુલના પ્રાચીન નાલંદા સાથે કરી, અને એમ પણ જણાવ્યું કે દુનિયાના વિકસિત દેશોમાં પણ તણાવ અને અસંતોષ જળવાયેલો છે – જેનો મુકાબલો કરવો હોય તો જીવનના મૂલ્યો બદલવા પડશે. સેવા માત્ર દાન નથી, પણ આત્મસંતોષ સુધીની યાત્રા છે – એવી મજબૂત ભાવના તેમણે વ્યક્ત કરી.
વિદ્યો અને વિદ્યાર્થીઓના યોગદાનને માન્યતા:
વર્ષના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને વિવિધ એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા:
એનલાઇટેડ એલ્યુમનસ એવોર્ડ: ચિંતન રાવલ
બેસ્ટ મેન્ટર: વેદ પટેલ
સ્ટુડન્ટ ઓફ ધ યર (બોયઝ): મૌલિક પટેલ
સ્ટુડન્ટ ઓફ ધ યર (ગર્લ્સ): આજ્ઞા ભાવસાર
બેસ્ટ HR પ્રેક્ટિશનર: મિતાક્ષી દવે
બેસ્ટ જર્નલિસ્ટ: કોમલ કુમાવત
બેસ્ટ એચિવર: કાજલ કંદોરીયા
બેસ્ટ સ્પોર્ટ્સ પર્સનાલિટી: એન્જલ માઇકલ અને સંગમકુમાર બારિયા
બેસ્ટ NCC કેડેટ: સંદીપ યાદવ અને મોનાલીસ વર્થા
બેસ્ટ NSS વૉલન્ટિયર: આશિષ મુનિયા અને હેતલ મકવાણા
અભિનંદન પેરેન્ટ્સને પણ:
કોલેજના જનરલ સેક્રેટરી વૈશ્વિ શાહના માતા સપના શાહ અને પિતા અભયકુમાર શાહને એનલાઇટેડ પેરેન્ટ્સ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સીવીએમ ચેરમેન ભીખુભાઈ પટેલ સહિત યુનિવર્સિટીના વિવિધ વિભાગોના વડાઓએ ઇલ્સાસ પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે ફાઈનલ ઈયર વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભનું પણ આયોજન કરાયું હતું, જે ભાવનગરથી લઈને ભાવનાસભર પળોથી સજ્જ રહ્યું હતું.