રાજ્યની 8,326 ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર
આજે ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચના કમિશનર દ્વારા રાજ્યમાં 2.5 વર્ષથી ખોરંભે મુકાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યના ચૂંટણી કમિશનર ડો એસ મુરલીકૃષ્ણ ચૂંટણીની જાહેરાત કરતા માહિતી આપી કે આ ચૂંટણી કાર્યક્રમમાં જાહેરનામું 2 જી જૂન 2025, ઉમેદવારી પત્રની છેલ્લી તારીખ 9 જૂન 2025 , મતદાન તારીખ 22 જૂન 2025 ના રોજ થશે. અને મત ગણતરી 25 જૂન 2025 ના રોજ થશે.
મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ 27 મી મે 2025 ના રોજ કરવામાં આવી હતી અને આજે ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આજથી આચારસંહિતા અમલમાં આવશે.