વિદ્યાનગરના મારૂતી સંકલ્પ બિલ્ડીંગમાં ફાયર એનઓસી અને ફાયરના સાધનો પુરતા પ્રમાણ ન હોવાથી સીલ મારવામાં આવ્યું
વિદ્યાનગર એપીસી પાસેના મારૂતી સંકલ્પ બિલ્ડીંગમાં આણંદ ફાયર વિભાગ દ્વારા તપાસ કરતાં ફાયર એનઓસી અને ફાયરના સાધનો પુરતા પ્રમાણ ન હોવાથી સીલ મારવામાં આવ્યું છે. આગામી દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી કોમર્સિયલ બિલ્ડીંગો તપાસ કરવામાં આવશે. તેમ ફાયરના સૂત્રોએ જણાવ્યું હતું.
ડીસાના બનાવ બાદ સફાળા જાગેલા આણંદ મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી બિલ્ડીંગો, પાર્ટી પ્લોટ ,સંસ્થાઓ સહિત તપાસ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે આણંદ ફાયર બ્રિગેડ દ્વારા આણંદ વિદ્યાનગર રોડ પર આવેલ એપીસી સામે મારૂતી સંકલ્પ બિલ્ડીંગમાં તપાસ કરી હતી.જેમાં માનવ જીવન જોખમમાં મુકાય ત્યારે જરૂરી ફાયરના સાધનો અભાવ જોવા મળ્યો હતો. તેમજ ફાયર એનઓસી સર્ટી પણ લીધેલ ન હોવાથી સમગ્ર કોમ્પ્લેક્ષને સીલ કરવામાં આવ્યું છે. આમ છેલ્લા ત્રણ દિવસમાં 7 વધુ જગ્યાએ ફાયર વિભાગ દ્વારા તપાસ કરી ફાયર એનઓસી વગરના એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે.