નાસતા ફરતા આરોપીની ધરપકડ: ખંભોળજ પોલીસ દ્વારા અંકલેશ્વર કોર્ટમાં પ્રલંબિત કેસના આરોપીને ઝડપી જેલ હવાલે કરાયો
ખંભોળજ પોલીસ સ્ટેશનની ટીમે નાસતા ફરતા આરોપી વિજયકુમાર પુનમભાઈ પરમારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી વિરુદ્ધ અંકલેશ્વર કોર્ટના ચોથા એડી. સિનિયર સિવિલ જજની કોર્ટમાં કેસ ચલાવતા હતા, જેમાં નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ તથા ક્રી.પ્રો.કો. કલમ-૭૫ હેઠળ કાર્યવાહી ચાલી રહી હતી.
પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ઈન્સ્પેક્ટર જે.બી. પરમાર દ્વારા નાસતા ફરતા આરોપીઓની ધરપકડ માટે સૂચનાઓ આપવામાં આવી હતી. 25 માર્ચ 2025ના રોજ પેટ્રોલિંગ દરમિયાન આ. પો. કો. નરેન્દ્રસિંહ રંગીતસિંહને બાતમી મળી કે આરોપી સારસા ચોકડી નજીક હાજર છે.
તાત્કાલિક પોલીસ ટીમે સ્થળ પર પહોંચી આછા જાબલી કલરની ટી-શર્ટ પહેરેલા ઈસમને રોકી પૂછપરછ કરી. પોતાનું નામ વિજયકુમાર પુનમભાઈ પરમાર (રહે. રાસનોલ, જી. આણંદ) હોવાનું જણાવ્યું હતું. જેને કાયદેસરની કાર્યવાહી અંતર્ગત અંકલેશ્વર કોર્ટમાં સોપવામાં આવ્યો.