ભાદરણ પોલીસ દ્વારા નાસતા ફરતા વોરંટના આરોપીની ધરપકડ: નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ ૧૩૮ હેઠળ આરોપીને કોર્ટ હવાલે કરાયો
ભાદરણ પોલીસ સ્ટેશનની ટીમે નાસતા ફરતા વોરંટના આરોપી મેલાભાઈ જશભાઈ પઢીયારને ઝડપી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી રાજકોટ કોર્ટના બીજા એડી. સિનિયર સિવિલ જજ અને A.C.J.M. કોર્ટમાં ચાલતા કેસમાં વોરંટભોગી હતો.
આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ઈન્સ્પેક્ટર એસ.એમ. પટેલ દ્વારા નાસતા ફરતા વોરંટ ધરાવતા આરોપીઓને પકડવા સુચનાઓ આપવામાં આવી હતી.
પોલીસ સબ ઈન્સ્પેક્ટર એસ.ડી. પટેલ તથા અ. પો. કો. નિકુંજભાઈ અરવિંદભાઈ દ્વારા હ્યુમન સોર્સ મારફતે બાતમી મેળવી, મેલાભાઈ જશભાઈ પઢીયાર (રહે. ખેડાસા, ઇંગલાવડી, ઈન્દીરા કોલોની, બોરસદ, જી. આણંદ) ને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ રાજકોટ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો છે.
