Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

ખેતીનો વ્યવસાય સૌથી વધુ ઉમદા, કૃષિ ક્ષેત્ર યુવાનોનું ભવિષ્ય છે: જતીનભાઈ સોલંકી

જૂનાગઢ જિલ્લામાં મશરૂમની ખેતી કરતા એક માત્ર ખેડૂત જતીનભાઈએ કોર્પોરેટ નોકરી છોડી અપનાવ્યો ખેતીનો વ્યવસાય

યુવાનોએ કોઈ પણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે ખંત,ધીરજ, સાહસ જેવા ગુણ તેમજ જે- તે ક્ષેત્ર માટેનો અભ્યાસ, તાલીમ અને સંશોધન કે સર્વે કરવો ખૂબ જરૂરી છે. તેના થકી કોઈપણ પડકારજનક કામ પણ સારી રીતે પાર પાડી શકાય છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ખેડૂત જતીનભાઈ સોલંકી છે. તેમણે વર્ષ ૨૦૨૨થી તેમના ફાર્મ ખાતે મશરૂમની ખેતી શરૂ કરી છે. મશરૂમ અત્યંત સંવેદનશીલ પાક છે અને તેનું વેચાણનું માર્કેટ પણ સ્થાનિક સ્તરે નથી. આ પડકારજનક ખેતીમાં વંથલી તાલુકાના નાનકડા એવા ગામના વતની જતીનભાઈ સોલંકી સફળતા મેળવી છે.


જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બંધડા ગામના વતની જતીનભાઈ સોલંકી એમએસસી, બી.એડ. સુધીનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ બાદ ૩ વર્ષ સુધી જામનગર ખાતે સારા એવા પગારથી કોર્પોરેટ કંપનીમાં નોકરી કરતા હતા. પરંતુ પોતે ખેડૂતપુત્ર હોવાના કારણે અને કૃષી ક્ષેત્રે આગળ વધવા માટે વર્ષ ૨૦૧૭થી પ્રાકૃતિક કૃષિ શરૂ કરી હતી. વર્ષ ૨૦૨૨થી થાણાપીપળી ગામમાં મધુવંતી ફાર્મ ખાતે મશરૂમની ખેતી કરી રહ્યા છે. જેમાં તેઓ વાર્ષિક રૂપિયા ૧૦ લાખથી વધુનો ચોખ્ખો નફો મેળવી રહ્યા છે.


જતીનભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, મશરૂમની ખેતીના આરંભે ઘણી મુશ્કેલીઓને સામનો કરવો પડ્યો હતો. સૌ પ્રથમ ડોમ ઉપર ભારે તાલપત્રી રાખી હતી અને ડોમનો ઢાળ ઓછો હોવાને લીધે તાલપત્રીમાં પાણી ભરાવા લાગ્યું હતુ. ઉપરાંત ડોમની અંદર સ્થાનિક બામ્બુનો ઉપયોગ કર્યો હતો જે પછી બદલાવીને કાનપુર, વલસાડથી લાવ્યા હતા. ઉપરાંત મશરૂમ ખૂબ જ સંવેદનશીલ પાક છે તેનું યોગ્ય તાપમાન જળવાઈ નહીં તો પાક બગડી જાય છે આ ઉપરાંત મશરૂમનું સ્થાન પર કોઈ માર્કેટ નથી. અત્યારે જૂનાગઢ જિલ્લામાં એકમાત્ર જતીનભાઈ મશરૂમની ખેતી કરી રહ્યા છે.

Advertisement

 
જતીનભાઈએ મશરૂમની ખેતીમાં સફળ થવા માટે જરૂરી અભ્યાસ – સર્વે કર્યો હતો. તેમને પશ્ચિમબંગાળ, ઓડીસા જેવા રાજ્ય કે જ્યાં સૌથી વધુ મશરૂમનું ઉત્પાદન થાય છે ત્યાની મુલાકાત લીધી હતી. તેમજ આઈસીએઆરમાં ત્રણ મહિનાની મશરૂમની ખેતી અંગેની તાલીમ લીધી હતી. ત્યાર પછી સુરતના કેવીકેમાંથી પણ તાલીમ લીધી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૨૨ થી મશરૂમની ખેતી શરૂ કરી હતી. તેમણે શરૂઆતના સમયમાં મુશ્કેલી થઈ હતી પરંતુ પછીથી સારી એવી કમાણી થઈ રહી છે. હાલમાં જતીનભાઈ તેમના ફાર્મમાં ઓઇસ્ટર મશરૂમ તેમજ સેજાર કાજુ નામની જાતના મશરૂમનું ઉત્પાદન કરી રહ્યા છે. ઉપરાંત ફ્લોરિડા, ગ્રેઓઇસ્ટર, બ્લુ ઓઇસ્ટર,હ્વાઈટ ઓઇસ્ટરનું પણ ઉત્પાદન કરે છે.
મશરૂમને આ પાકની વાત કરીએ તો આ પાક ત્રણ મહિનામાં તૈયાર થાય છે. મશરૂમના પાક માટે જરૂરી સ્વચ્છતા, તાપમાન ,ભેજ વગેરે જળવાઈ રહેતો વર્ષ પાક લઈ શકાય છે. જતીનભાઇએ ૫૦૦ બેગ થી મશરૂમ ની ખેતી શરૂ કરી હતી. આજે ૫૪૦૦ બેગમાં ઉત્પાદા કરે છે.૧ બેગમાં સાડા ત્રણથી ચાર કિલોગ્રામ મશરૂમ તૈયાર થાય છે.

મશરૂમના ફાયદા છે અનેક
વિશ્વમાં મશરૂમની ૪૦ અલગ અલગ જાત છે. તેમાંથી ભારતમાં ૧૦ જાતનું ચલણ છે જ્યારે ગુજરાતમાં ઓઇસ્ટર મશરૂમનું ચલણ સૌથી વધુ છે. મશરૂમ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. એમાંથી ૯૦ ટકા પ્રોટીન મળે છે. તે ઉપરાંત વીટામીન કે, ડી૩ થી પણ તે ભરપૂર છે.

મશરૂમની ખેતી માટે જતીનભાઈએ સરકારની વિવિધ યોજનાકીય સહાયનો લાભ લીધો
રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા ખેતી માટે સેડ બનાવવા માટે , મશરૂમના સ્પાન બનાવવા, કમ્પોસ્ટ યુનિટ બનાવવા માટે પણ સહાય આપવામાં આવે છે. જેનો લાભ જતીનભાઈએ લીધો છે. જતીનભાઈ જણાવ્યું હતું કે, ભારત કૃષિ પ્રધાન દેશ છે ત્યારે યુવાનો ખેતી તરફ વળે ખૂબ જરૂરી છે. એ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ સહાય, તાલીમ અને માર્ગદર્શન પણ આપે છે તેનો દરેકે લાભ લેવો જોઈએ.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement