સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો સુરતની દીકરીનો છે : નાનકી ઇનાયા શાહના નિર્દોષ હાવભાવ જીતી લેશે તમારું મન
સોશિયલ મીડિયા પર હાલમાં સુરતના એક નાનકડા બાળકીનો પ્રાર્થના કરતો એક ભાવુકVideo ભારે વાયરલ થઈ રહ્યો છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી બ્લૂ પેપિયો પ્રી-સ્કૂલની એક બાળકી, ઇનાયા શાહ, પોતાની નિર્દોષતા અને ભક્તિભાવથી સૌનું દિલ જીતી રહી છે.
માસૂમ હાવભાવથી બધાના દિલમાં સ્થાન
આ વીડિયો સ્કૂલમાં સવારે પ્રાર્થના દરમિયાન શૂટ કરાયો હતો, જેમાં નાનકડા વિદ્યાર્થીઓ હાથ જોડીને ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરી રહ્યાં છે. તેમાંથી એક દીકરી, ઇનાયા શાહ, પોતાના નિર્દોષ અને ભાવુક હાવભાવ સાથે સૌનું ધ્યાન ખેંચી રહી છે. તેની અભિવ્યક્તિ અને ભક્તિ દર્શાવતા નિર્દોષ હાવભાવ લોકોના દિલને સ્પર્શી રહ્યાં છે.
સોશિયલ મીડિયામાં મળ્યો પ્રેમ અને પ્રશંસા
આ વીડિયો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વ્હાટ્સએપ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો ઇનાયાની માસૂમિયત અને ભાવનાત્મક અભિવ્યક્તિની પ્રશંસા કરી રહ્યાં છે. ઘણી લોકોએ કમેન્ટ કરી ઇનાયાને આશીર્વાદ આપ્યા છે અને તેના નિર્દોષતા ભર્યા અભિવ્યક્તિ પર પ્રેમ વરસાવ્યો છે.
સોશિયલ મીડિયા પર વારંવાર કઈંક નવી અને ભાવનાત્મક ઘટના ચર્ચાનો વિષય બને છે. આ નાનકડા બાળકીના નિર્દોષ હાવભાવ આજકાલ સૌની આંખોમાં પ્રેમ અને ભક્તિનો સંદેશો પ્રસરાવી રહ્યાં છે.