દેશભરમાં વિદ્યાર્થીઓની આત્મહત્યા વધતા સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી ચિંતા, ચાર મહિનામાં રિપોર્ટ માંગ્યો
જેતરમાં દેશભરમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ સેન્ટરો અને હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના કેસોમાં વધારો થયો છે. ગુજરાતની લૉ યુનિવર્સિટીમાં ગત મહિને રેગિંગના કારણે એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી, જેના કારણે સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખી, કોર્ટએ એક ટાસ્ક ફોર્સની રચના કરી છે જે આત્મહત્યા અટકાવવા માટે વિવિધ પગલાં ભરી કરશે.
વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા ટાસ્ક ફોર્સની રચના
સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થી સુરક્ષા માટે નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળ ટાસ્ક ફોર્સની રચના કરી છે. ન્યાયાધીશ જે.બી. પારડીવાલાની બેંચે જણાવ્યું કે, છેલ્લા બે મહિનામાં કોલેજ હોસ્ટેલોમાં જાતીય સતામણી, રેગિંગ અને ભેદભાવ જેવા કારણે અનેક વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીમાં 19 માર્ચે એક વિદ્યાર્થીએ રેગિંગને કારણે આત્મહત્યા કરી હતી.
જાતીય સતામણી, રેગિંગ અને ભણતરના દબાણથી આત્મહત્યા
ખંડપીઠે જણાવ્યું કે, ગત મહિને IIT પટનામાં પણ ભણતરના દબાણના કારણે એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી. ઓડિશાની એન્જિનિયરિંગ કોલેજમાં એક નેપાળી વિદ્યાર્થીએ સાથી વિદ્યાર્થી પર જાતીય સતામણી અને બ્લેકમેલિંગના આરોપો વચ્ચે જીવ ગુમાવ્યો હતો. કેરળની એન્જિનિયરિંગ કોલેજમાં પણ રેગિંગના કારણે એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી.
‘આત્મહત્યાની પેટર્ન પર ચર્ચા કરવી જોઈએ’
ન્યાયાધીશ આર. મહાદેવની ખંડપીઠે કહ્યું કે, “અમે આત્મહત્યાની પેટર્ન પર ચર્ચા કરવી જોઈએ. ભેદભાવ, રેગિંગ અને જાતીય સતામણીના કારણે અનેક વિદ્યાર્થીઓ જીવ ગુમાવી રહ્યા છે.” ટાસ્ક ફોર્સની આગેવાની નિવૃત્ત ન્યાયાધીશ એસ. રવિન્દ્ર ભટ્ટ કરશે. આ ફોર્સમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ, સામાજિક ન્યાય વિભાગના સચિવ અને મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ પણ સામેલ છે.
ટાસ્ક ફોર્સને ચાર મહિનામાં રિપોર્ટ સોંપવાનો આદેશ
સુપ્રીમ કોર્ટે ટાસ્ક ફોર્સને ચાર મહિનામાં રિપોર્ટ સોંપવાનું આદેશ આપ્યો છે. 2023માં IIT દિલ્હીની હૉસ્ટેલમાં બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. મૃતકના માતા-પિતાએ આક્ષેપ કર્યો હતો કે કેમ્પસમાં શોષણના કારણે તેઓએ આ પગલું ભર્યું. જોકે, પોલીસે FIR નોંધી ન હતી અને કેસ બંધ કરી દીધો હતો.
સુપ્રીમ કોર્ટે પોલીસની ઝાટકણી કાઢી
સુપ્રીમ કોર્ટે પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, “મૃતક વિદ્યાર્થીઓના માતા-પિતાએ શોષણનો આક્ષેપ કર્યો હતો, તો FIR નોંધવી જરૂરી હતી. માત્ર તપાસ બાદ કેસ બંધ કરી દેવો પર્યાપ્ત નથી.”
આ સમગ્ર મામલે, સુપ્રીમ કોર્ટની ટાસ્ક ફોર્સ વિદ્યાર્થીઓની આત્મહત્યા અટકાવવા માટે જરૂરી પગલાં ભરીને રિપોર્ટ સોંપશે, જેથી ભવિષ્યમાં આવી દુખદ ઘટનાઓ ન બને.